Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

ઈ-વોલેટમાંથી નિકાસકારોને ટેકસમાં છૂટ આપવાની તૈયારી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં નિકાસકારોને ટેકસના મોર્ચા પર રાહત આપી શકે છે. સુત્રો અનુસાર, નિકાસ વધારવા માટે બજેટમાં ઈ-વોલેટ યોજના લઈ આવવા પર વિચાર થઈ શકે છે. GST પરિષદને વર્ષ ૨૦૧૭માં ઈ-વોલેટ યોજના લોન્ચ કરવાનો ઉપાય આપ્યો હતો. આ યોજના હેઠળ જ્યારે કોઈ નિકાસકાર ઉત્પાદન બનાવવા માટે કાચા માલની આયાત કરશે તો તેના પર લાગતું ટેકસ તેના ઈ-વોલેટમાં નાખવામાં આવશે. આ રકમ નિકાસકારોના ગત વર્ષના સરેરાશ ટર્નઓવરના હિસાબથી એડવાન્સ ક્રેડિટની ગણના થશે. તેનાથી  ટેકસ આપવા માટે અનેક પાસે વધુ રોકડ હશે.

(2:52 pm IST)