Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

શું આજ છે ઝીરો ટોલરેંસ

૨૫૦ કેસમાં માંગી કાર્યવાહીની પરવાનગી, ૧૭માં જ મળી

 નવી દિલ્હીઃ કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીના જાહેર પત્રમાં પ્રદેશને ભ્રષ્ટાચાર મુકત કરવાનું વચન આપ્યું છે, જેના સરકારે સરકારી દસ્તાવેજ પણ બનાવી દીધા છે. તેમ છતાં તપાસની અનુમતિ ન મળતા પદનો દુરુપયોગના મામલામાં ભ્રષ્ટાચાર નિરોધક બ્યૂરોના હાથ બંધાયેલા છે. સ્થિતિ એવી છે કે, દુરુપયોગના ૨૫૦ કેસમાંથી લગભગ ૧૭ કેસમાં જ તપાસ શરૂ કરવાની પરવાનગી મળી છે. 

કેન્દ્ર સરકારે લોકસેવકોની વિરુદ્ધ તપાસ શરૂ કરવા માટે અનુમતિ અનિવાર્ય કરવા સહિત અન્ય પ્રાવધાન જોડવા માટે ૨૦૧૮માં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમમાં સંશોધન  કર્યું. સંયોગથી પ્રદેશમાં તે જ વર્ષે કોંગ્રેસે ભ્રષ્ટાચાર પર ઝીરો ટોલરેંસનું વચન આપ્યું અને  આ જાહેર પત્રને બાદમાં સરકારી દસ્તાવેજ બનાવવામાં આવ્યું. કેન્દ્રીય કાયદામાં રંગે હાથ લાંચ લેવાના મામલામાં ACB ને કાર્યવાહી પહેલા અનુમતિ લેવાની બાધ્યતામાંથી મુકત રાખવામાં આવ્યા, પરંતુ પદના દુરુપયોગ સાથે સંકળાયેલ મામલામાં પ્રાવધાન છે કે સંબંધિત કર્મચારીના નિયોકતાની પરવાનગી બાદ જ ACB તપાસ શરૂ કરી શકે છે.

રંગે હાથ પકડવામાં બનાવ્યો રેકોર્ડ

રંગે હાથ લાંચ લેવાના મામલામાં ACBને કોઈ પણ પ્રકારની પરવાનગી અનિવાર્ય નથી. એવામાં ACB કાર્યવાહી ધડાધડ થઈ. ACBએ વર્ષ ૨૦૨૧માં રેકોર્ડ બનાવ્યો. ટ્રેપના ૩૯૩ કેસ નોંધવામાં આવ્યા. ACB ચલણ રજૂ કરવામાં અવ્વલ રહી. એક વર્ષમાં લધુત્તમ  ૩૪૬ મામલામાં ચલણ રજૂ કર્યું.

સીવીસીને આધિન નથી રાખ્યા

અભિયોજન માટે પરવાનગી લેવામા મામલામાં સીવીસીની ભૂમિકા નક્કી થઈ છે. કોઈ પણ  મામલામાં સીવીસીની પાસે જાય છે. જો કે,  પરિવાદ અને પ્રાથમિકી તપાસના મામલામાં વિભાગની મનાઈ પર સીવીસી સુધી ફાઈલ મોકલવાની વ્યવસ્થા નથી.

(2:53 pm IST)