Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

બીએસએનએલ દ્વારા ગ્રાહકોને નવા વર્ષની ભેટઃ ફ્રીમાં મળશે 4G સિમ કાર્ડ

BSNL ૩૧ માર્ચ સુધી મોબાઇલ નંબર પોર્ટિબિલિટીવાળા યૂઝર્સ માટે BSNLનું મફત 4G સિમ કાર્ડ આપી રહી છેઃ ટૂંક સમયમાં તમામ સર્કલમાં કંપની આ સ્કીમ ઓફર કરશે

મુંબઈ, તા.૬: પ્રાઇવેટ કંપનીઓએ ૨૦૨૧ના અંતિમ મહિનામાં ભાવવધારો ઝીંકીને યૂઝર્સને નિરાશ કર્યાં હતા. ટેરિફ પ્લાનની કિંમતોમાં ૨૦-૨૫-૩૦% વધારો કર્યો હતો, ત્યારે હવે આ તકનો ફાયદો ઉઠાવી લેવા સરકારી ટેલીકોમ કંપનીએ કમર કસી લીધી છે. બીએસએનએલ દ્વારા ફરી એકવાર ધમાકો કરવામાં આવ્યો છે. ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ફરી એકવાર ગ્રાહકોને ફ્રીમાં ૪હ્વક સિમ કાર્ડ આપી રહી છે.

તમે પણ ન્યૂ ૪જી સિમ લેવા માંગો છો, તો તમારે નિરાશ થવાની જરુર નથી. BSNL પર સ્વિચ કરવા માંગતા યૂઝર્સને પોર્ટ આઉટ કરવા માટે કોઈ વધારાના ચાર્જિસ વિના માત્ર પ્રીપેડ પ્લાનની રિચાર્જ રકમની ચૂકવણી કરવાની રહેશે. એટલે કે, એમએનપી ગ્રાહકોએ ફકત રિચાર્જ કરવાનું રહેશે. BSNL પાસે પહેલાંથી પ્રી પ્લાન વાઉચરની યાદી છે.

BSNL ૩૧ માર્ચ સુધી મોબાઇલ નંબર પોર્ટિબિલિટીવાળા યૂઝર્સ માટે BSNLનું મફત 4G સિમ કાર્ડ આપી રહી છે. કેરળ ટેલિકોમ સર્કલમાં બીએસએનએલે આ સ્કીમ આપી રહી છે. ત્યાં આ ઓફર ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી રહેવાની છે. શરૂઆતના તબક્કે કંપની આ ઓફર કેરળના સર્કલ માટે જ આપી રહી છે, પરંતુ ટૂંક સમયમાં અન્ય સર્કલમાં પણ કંપની આ સ્કીમ ઓફર કરશે.

BSNLના પ્લાન રૂ. ૧૦૬ થી શરુ થાય છે. આ સિવાય કંપનીએ ૨,૩૯૯ રૂપિયાના વાર્ષિક પ્રીપેડ પ્લાનની વેલિડિટી પણ ૧૫ જાન્યુઆરી સુધી લંબાવી દીધી છે. BSNLના વાર્ષિક પ્લાન પર ૬૦ દિવસની વધારાની વેલિડિટી સાથે કુલ ૪૨૫ દિવસની વેલિડિટી ૩૧મી ડિસેમ્બર સુધી જ લાગુ હતી પરંતુ કંપનીએ આ સ્કીમને એકસટેન્ડ અને એકસપાન્ડ કરી છે.

BSNL હવે તેના રૂ.૨૩૯૯ના પ્લાન સાથે ૯૦ દિવસની વધારાની વેલિડિટી સાથે કુલ ૪૫૫ દિવસની વેલિડિટી આપે છે. આ સમયે જયારે ખાનગી ટેલિકોમ ઓપરેટરો દ્વારા ટેરિફમાં વધારો થઈ રહ્યો છે ત્યારે BSNLના આ તેના ગ્રાહકો માટેની નવા વર્ષની ભેંટ કહી શકાય.

BSNLના ૨૪૯ રૂપિયાનો એન્ટ્રી-લેવલ પ્રીપેડ પ્લાન, જે રોજના 2GB ડેટા આપે છે, આ પ્લાનની વેલિડિટી ૬૦ દિવસની છે. ગ્રાહકોએ આ વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે આ પ્રથમ રિચાર્જ કૂપન (FRC) છે અને તે ફકત નવા ગ્રાહકોને જ લાગુ પડશે. તેમાં ગ્રાહકને રોજના ૧૦૦ SMS સાથે 2GB ડેટા મળે છે. રોજના 2GB ડેટા પુરા થયા પછી, સ્પીડ ઘટીને ૪૦ Kbps થઈ જાય છે.

BSNLના સૌથી લોકપ્રિય પ્રીપેડ પ્લાન પૈકી રૂ.૩૯૭નો પ્રીપેડ રિચાર્જ પ્લાન છે, જેની વેલિડીટી ૩૦૦ દિવસની છે. જેમાં અનલિમિટેડ કોલ્સ અને ૧૦૦ SMS રોજના મળે છે, સાથે જ 2GB ડેટા પણ મળે. ડેઈલી ડેટા પુરા થયા બાદ સ્પીડ ઘટીને ૮૦ Kbps થઈ જાય છે. આ પ્લાનની વેલિડિટી ૬૦ દિવસ સુધી છે.

BSNLએ નવા પ્રીમિયમ OTTના ફાયદા સાથે રૂ.૯૯૯માં બ્રોડબેન્ડ પ્લાન (broadband plan) પણ લોન્ચ કર્યો છે. સુપર સ્ટાર પ્રીમિયમ પ્લસ નામનો ફાઇબર ટુ ધ હોમ (FTTH) પ્લાન તમામ ટેલિકોમ સર્કલમાં ઉપલબ્ધ છે. સુપર સ્ટાર પ્રીમિયમ પ્લસ (Super Star Premium Plus) પ્લાનની સાથે, ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર (ISP) ૮ અલગ અલગ OTT એપ્લીકેશન આપે છે.

આ પ્લાનમાં સબ્સ્ક્રાઇબ કરનારા યૂઝર્સને લાયન્સ ગેટ LLP, શેમારૂ મી અને શેમારૂ ગુજરાતી, હંગામા મ્યુઝિક અને હંગામા Máõ SVOD, SonyLIV પ્રીમિયમ, Zee5 પ્રીમિયમ, VooT સિલેકટ અને YuppTV લાઇવ પેકેજનું એકસેસે પણ મળશે. બીજી તરફ ગ્લ્ફન્એ તમામ ટેલિકોમ સર્કલમાં નવા ગ્રાહકો માટે રૂ.૯૪૯ની કિંમતની સુપર સ્ટાર પ્રીમિયમ-૨ અને રૂ.૯૯૯ના ફાઇબર પ્રીમિયમની હાલની બ્રોડબેન્ડ યોજનાઓ બંધ કરી દીધી છે. આ યોજનાઓ હેઠળના વર્તમાન ગ્રાહકો ચાલુ રહેશે.

(3:26 pm IST)