Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

ચીનમાં ડ્રેગનફ્રુટમાં મળ્યો કોરોના વાયરસઃસુપર માર્કેટો બંધ કરાવાઈ

જેમણે ફ્રુટ ખરીદયા છે તેમને ક્વોરેન્ટાઈન થવા માટે કહેવાયુ

નવી દિલ્હી, તા.૬: કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન અગાઉંના તમામ વેરિએ્ન્ટ કરતા ખતરનાક બનીને સામે આવ્યો છે.
તમામ દેશો તેના સપાટામાં આવી ચુકયા છે.હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે, ચીનમાં ડ્રેગન ફ્રુટમાં પણ કોરોનાએ દેખા દીધી છે. આ ડ્રેગન ફ્રુટની આયાત વિયેતનામથી કરવામાં આવી હતી.એ પછી ચીને સંખ્યાબંધ સુપર માર્કેટ બંધ કરાવી દીધા છે.
રિપોર્ટ પ્રમાણે ચીનના જેજિયાંગ અને જિયાંગ્શી પ્રાંતના નવ શહેરોમાં ફળોની કરાયેલી ચકાસણીમાં કોરોના વાયરસ દેખાયો છે.એ પછી જેમણે ફ્રુટ ખરીદયા છે તેમને ક્વોરેન્ટાઈન થવા માટે કહેવાયુ છે.
ચીને વિયેતનામથી ડ્રેગન ફ્રુટની આયાત પર પણ ૨૬ જાન્યુઆરી સુધી પ્રતિબંધ મુકી દીધો છે.ઉંલ્લેખનીય છે કે, ચીનમાં શીઆન કોરોના વાયરસ વધ્યા બાદ પહેલેથી જ લોકડાઉંન લગાવી દેવાયેલુ છે.

 

(3:39 pm IST)