Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

શું ભારતમાં હજુ વધશે પ્રતિબંધો? આજે લેવાઈ શકે છે મોટો નિર્ણય

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા બેઠક કરશે અને આ બેઠકમાં પ્રતિબંધો વધારવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે

નવી દિલ્હી, તા.૬: કોરોનાના કેસ સતત દેશમાં વધતા જઈ રહ્યા છે. જેને લઈને આજે કેન્દ્રીય ગૃહ સચિવ આજે સમિક્ષા બેઠક કરશે. કોરોનાના વધતા કેસનો ધ્યાનમાં રાખીને અમુક પ્રતિબંધો ફ્રીથી લગાવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે. કારણકે દ્યણા રાજયોમાં સ્થિતી હાલ ભયાનક થઈ રહી છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પરિસ્થિતી દિવસેને દિવસે વણસી રહી છે.
મહારાષ્ટ્ર અને દિલ્હી બંને જગ્યાએ ઓમિક્રોન વેરિએન્ટના સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. જેથી ગૃહ સચિવ અજય ભલ્લા આજે સાંજે કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને સમીક્ષા બેઠક કરવાના છે. આપને જણાવી દઈએ કે છેલ્લા ૨૪ કલાકમાં ૯૦ હજાર કરતા પણ વધારે કેસ નોંધાયા છે. જે હવે એક ચિંતાનો વિષય બન્યો છે. જોકે આ બધા વચ્ચે એક રાહતની વાત એ છે કે કોરોના કેસનો વિસ્ફેટ વચ્ચે અત્યાર સુધી મોતનો આંકડો ૪૦૦ કરતા પણ ઓછો જોવા મળ્યો છે. પરંતુ છેલ્લા ૧૦ દિવસમાં જે રીતે દેશમાં કેસ વધી રહ્યા છે તેના કારણે લોકોમાં પણ હવે ભયનો માહોલ ફ્ેલાયેલો છે.ઉંલ્લેખનીય છે કે દેશમાં હાલ ઓમિક્રોન વેરિએંટના કેસ પણ વધી રહ્યા છે. જે ખરેખરમાં સૌથી ચિંતાનો વિષય છે. ચિંતાનો વિષય એટલા માટે છે કારણકે ઓમિક્રોન વેરિએંટ કોરોનાનો અત્યાર સુધીનો સૌથી ઘાતક વેરિએંટ છે. ખાસ કરીને મહારાષ્ટ્ર તેમજ દિલ્હીમાં દિવસેને દિવસે ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે.

 

(3:42 pm IST)