Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

એર ઇન્ડિયા-ટાટા ડીલ

સુબ્રમણ્યમ સ્વામીને દિલ્હી હાઇકોર્ટનો મોટો ઝટકોઃ

એર ઈન્ડિયાના ખાનગીકરણને અટકાવવાની પિટિશન ફગાવી

નવી દિલ્હી, તા.૬: એર ઈન્ડિયાના ખાનગીકરણની પ્રક્રિયાને રદ કરવા માટે ભાજપના સાંસદ ડો. સુબ્રમણ્યમ સ્વામીની અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. સ્વામી છેલ્લા કેટલાક સમયથી પોતાની જ પાર્ટીની સરકારના નિર્ણયનો વિરોધી કરી રહ્યા છે. સ્વામીએ પોતાની પિટિશનમાં કહ્યું હતું કે, એર ઈન્ડિયાની હરાજી માટેની પ્રક્રિયા ભ્રષ્ટ હતી અને તેમાં ટાટા ગ્રૂપની તરફેણમાં ગોટાળો આચરવામાં આવ્યો હતો.

દરમિયાન સરકારે કહ્યું હતું કે, એર ઈન્ડિયાની ખોટને જોતાં તેનું ખાનગીકરણ કરવા માટે સરકારે નીતિગત નિર્ણય લીધો હતો. આ સોદા અંગે કશું ખાનગી નહોતું. તેના પર ફરી વિચાર કરવાની જરુર નથી.

ટાટા ગ્રૂપે દલીલ કરી હતી કે, એર ઈન્ડિયા માટે બોલી લગાવનાર ટાટા ગ્રૂપ ૧૦૦ ટકા ભારતીય કંપની છે અને ભ્રષ્ટાચારના જે પણ આક્ષેપો કરાયા છે તે પાયા વગરના છે. સરકાર ૨૦૧૭થી એર ઈન્ડિયાને વેચવા માંગતી હતી અને પરેશાનીનો સામનો કરી રહી હતી. પિટિશનમાં કશું નવું નથી.

(3:55 pm IST)