Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

પોસ્ટ ઓફિસમાં એફડીમાં ઘણા પ્રકારની સુવિધા મળે છે

આ સિવાય તમને સરકારની ગેરંટી પણ મળે છે : ૩ વર્ષ એક દિવસથી પ વર્ષ સુધી એફડી પર ૬.૭૦ ટકા વ્યાજ મળે છે, એટલે કે તમને એફડી પર સારૂ વળતર મળશે

નવી દિલ્હી,તા.૬: પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવું કેટલું સુરક્ષિત અને નફાકારક સાબિત થઈ શકે છે. જો તમે સારો નફો ઈચ્છો છો તો તમે પોસ્ટ ઓફિરમાં ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસમાં એફડી કરાવવા પર તમને અન્ય ઘણા પ્રકારની સુવિધાઓ પણ મળે છે. તેનાથી તમને સારા વળતરની સાથે સરકારી ગેરંટી પણ મળશે. તેમાં તમને ક્વાર્ટરના આધાર પર વ્યાજની સુવિધા મળે છે. પોસ્ટ ઓફિસમાં એફડી કરાવવી ખુબ સરળ પણ છે. ઈન્ડિયા પોસ્ટે પોતાની વેબસાઇટ પર તેની જાણકારી આપી છે. આ જાણકારી અનુસાર પોસ્ટ ઓફિસમાં તમે અલગ-અલગ ૧,૨, ૩, ૫ વર્ષો માટે એફડી કરાવી શકો છો. પોસ્ટ ઓફિસમાં એફડી કરાવવા માટે તમે કેશ કે ચેક આપીને ખોલાવી શકો છો. તેમાં ઓછામાં ઓછા ૧ હજાર રૂપિયાથી એકાઉન્ટ ખુલે છે. તો વધુમાં વધુ રોકાણની કોઈ મર્યાદા નથી. આ રીતે ૭ દિવસથી એક વર્ષની એફડી પર ૫.૫૦ ટકા વ્યાજ મળે છે. ૧ વર્ષ ૧ દિવસથી લઈને ૨ વર્ષની એફડી પર પણ આ વ્યાજ દર છે. તો ૩ વર્ષની એફડી પર ૫.૫૦ ટકાના દરે વ્યાજ મળે છે. ૩ વર્ષ એક દિવસથી ૫ વર્ષ સુધી એફડી પર ૬.૭૦ ટકા વ્યાજ મળે છે. એટલે કે તમને એફડી પર સારુ વળતર મળશે.(૯.૨૦)

એફડીના ઘણા પ્રકારના ફાયદાઓ છે ...

એફ.ડી. કરાવવા પર તમને સરકાર ગેરંટી આપે છે

નવી દિલ્હી,તા.૬: પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવું કેટલું સુરક્ષિત અને નફાકારક સાબિત થઈ શકે છે. જો તમે સારો નફો ઈચ્છો છો તો તમે પોસ્ટ ઓફિરમાં ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસમાં એફડી કરાવવા પર તમને અન્ય ઘણા પ્રકારની સુવિધાઓ પણ મળે છે. તેનાથી તમને સારા વળતરની સાથે સરકારી ગેરંટી પણ મળશે. તેમાં તમને ક્વાર્ટરના આધાર પર વ્યાજની સુવિધા મળે છે. પોસ્ટ ઓફિસમાં એફડી કરાવવી ખુબ સરળ પણ છે. ઈન્ડિયા પોસ્ટે પોતાની વેબસાઇટ પર તેની જાણકારી આપી છે. આ જાણકારી અનુસાર પોસ્ટ ઓફિસમાં તમે અલગ-અલગ ૧,૨, ૩, ૫ વર્ષો માટે એફડી કરાવી શકો છો. પોસ્ટ ઓફિસમાં એફડી કરાવવા માટે તમે કેશ કે ચેક આપીને ખોલાવી શકો છો. તેમાં ઓછામાં ઓછા ૧ હજાર રૂપિયાથી એકાઉન્ટ ખુલે છે. તો વધુમાં વધુ રોકાણની કોઈ મર્યાદા નથી. એફડીના ઘણા પ્રકારના ફાયદાઓ નીચે મુજબ છે.

   પોસ્ટ ઓફિસમાં એફડી કરાવવા પર તમને ભારત સરકાર ગેરંટી આપે છે

   તેમાં રોકાણકારોના પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે

   તેમાં એફડી ઓનલાઇન (કેશ, ચેક) કે ઓનલાઇન (નેટ બેક્નિંગ/મોબાઇલ) બેક્નિંગ દ્વારા કરી શકો છો

   તેમાં તમે ૧થી વધુ એફડી કરાવી શકો છો

   આ સિવાય એફડી એકાઉન્ટને જોઈન્ટ કરી શકો છો

   તેમાં ૫ વર્ષ માટે ફિક્સ્ડ ડિપોઝિટ કરવા પર તમને આઈટીઆર ફાઇલ કરવા સમયે ટેક્સમાં છૂટ મળશે

   એક પોસ્ટ ઓફિસથી એફડી બીજી પોસ્ટ ઓફિસમાં સરળતાથી ટ્રાન્સફર કરી શકાય છે

(3:56 pm IST)