Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

‘બુલ્લી બાઇ’ ઍપ્લીકેશનના મુખ્ય આરોપી નીરજ બિશ્નોઇની આસામમાંથી ધરપકડઃ અત્યાર સુધીમાં ૩ ઝડપાયા

નવી દિલ્હીમાં આરોપીને લાવીને પૂછપરછ કરવા ગતિવિધી

નવી દિલ્હીઃ પોલીસે બુલ્લી બાય એપ કેસના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્ય આરોપીનું નામ નીરજ બિશ્નોઈ છે. તેની આસામમાંથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે જ વ્યક્તિએ GITHUB પર બુલ્લી બાય એપ બનાવી હતી. આ મુખ્ય ટ્વિટર એકાઉન્ટ ધારક પણ હતો. પોલીસની ટીમ આજે સાડા ત્રણ વાગ્યે આરોપીઓને લઈને એરપોર્ટ પહોંચશે.

જણાવી દઈએ કે આ કેસમાં વધુ ત્રણની ધરપકડ કરવામાં આવી છે. સાયબર સેલે અગાઉ ઉત્તરાખંડમાંથી કેસની મુખ્ય આરોપી 19 વર્ષની શ્વેતા સિંહ અને બેંગલુરુમાંથી 21 વર્ષીય એન્જિનિયરિંગ વિદ્યાર્થી વિશાલ કુમાર ઝાની ધરપકડ કરી હતી. તેમજ 21 વર્ષીય મયંક રાવલની બુધવારે વહેલી સવારે ધરપકડ કરવામાં આવી છે.

આરોપી શ્વેતા સિંહ બુલ્લી એપની કંટ્રોલર્સમાંની એક હતી. શ્વેતા આવી ત્રણ એપના એકાઉન્ટને કંટ્રોલ કરતી હતી. પહેલા આરોપીઓ બોટ્સ દ્વારા કન્ટેન્ટ પોસ્ટ કરતા હતા, બાદમાં તેઓએ ઓરિજનલ એકાઉન્ટમાંથી પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું.

(4:59 pm IST)