Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

પીએમની સુરક્ષામાં ચૂક મામલે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ સિંહ બઘેલે તાતાંતીર છોડ્યા : અનેક પ્રશ્નો ઉઠાવ્યા

દિલ્હીથી નિકળતાની સાથે જ સૂચના આપી દેવી જોઈતી હતી કે બાય રોડ જવાનું છે, તમે તો એરપોર્ટ પર નક્કી કરો છો કે અમારે રોડ માર્ગે જવું જોઈએ

નવી દિલ્હી :પંજાબમાં વડાપ્રધાનની સુરક્ષામાં થયેલી ચૂકના કેસ પર છત્તીસગઢના મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ સિંહ બઘેલે અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે.

તેમણે કહ્યું- દેશ પહેલા, પાર્ટીઓ પછી આવે છે. તેથી વડાપ્રધાનની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે, તેથી તેમાં કોઈ પ્રકારથી કોઈ ચૂક થવી જોઈએ નહીં. પરંતુ સૌથી પ્રથમ વતા તે છે કે, હવામાન ખરાબ થવાની જાણકારી તમને આપવામાં આવી હતી કે નહીં, જો ના આપવામાં આવી હોયસ તો તેના વિરૂદ્ધ તમે શું કાર્યવાહી કરી રહ્યાં છો. બીજી વાત તે છે કે, હવામાન ખરાબ હોવા છતાં તમારૂ કાર્યક્રમ બનાવનારાઓને તમને હેલિકોપ્ટરમાં લઈ જવાની વાત કેમ કરી. ત્રીજી વાત તે કે તમે દિલ્હીથી નિકળતાની સાથે જ સૂચના આપી દેવી જોઈતી હતી કે બાય રોડ જવાનું છે, તમે તો એરપોર્ટ પર નક્કી કરો છો કે અમારે રોડ માર્ગે જવું જોઈએ. પાકિસ્તાન બોર્ડરથી માત્ર 10 કિલોમીટરની દૂરી પર આપણી સુરક્ષા એજન્સીઓ કેમ આવું રિસ્ક લઈ રહી છે, તેમના વિરૂદ્ધ શું કાર્યવાહી થઈ રહી છે.

ગુપ્તચર એજન્સીઓની ભૂમિકા પર પ્રશ્ન ઉઠાવતા ભૂપેશ બઘેલે કહ્યું- “આઈબીએ તે બધી જ સૂચનાઓ કેમ આપી નહીં. તમે પોતાની એજન્સીઓ પર પહેલા કાર્યવાહી કરો. અને જીવ બચી ગયો? તમારા ઉપર કોણ હુમલો કરવાનો હતો. અને તમને સૂચના હતી કે આગળ જીવનો ખતરો છે તો તમે ગયા જ કેમ? તમારી એજન્સી શું કરી રહી હતી? તમે માત્ર રાજનીતિ કરવા માટે ગયા હતા, તે ખુબ જ દૂર્ભાગ્યપૂર્ણ છે. તમે જે પદ ઉપર બેસ્યા છો ત્યાં બેસીને આવા પ્રકારની વાત તમને જરાપણ શોભતી નથી.”

વડાપ્રધાન કાફલાના રૂટમાં આવનારા પ્રદર્શનકારી ખેડૂતો પર ભૂપેશ બઘેલે કહ્યું- “તેમના દ્વારા જ નિયુક્ત કરવામાં આવેલા મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક જીએ જે વાતો કહી છે. તેમને કહ્યું છે કે, મારા માટે થોડા ખેડૂતો મર્યા છે. 500 લોકો મારા માટે મર્યા નથી. ભારતીય જનતા પાર્ટીના મનમાં ખેડૂતો પ્રત્યે શું ભાવના છે? તે સ્પષ્ટ છે. શું ત્યાં બેસેલા ખેડૂતોને ગોળી મારી દેવી જોઈએ? તેમના માથા ફોડી નાંખવામાં આવે કેમ કે વડાપ્રધાનને પોતાના કાર્યક્રમમાં જવું છે. તમારી માનસિકતા તેવી જ છે કે ખેડૂતો તમારી નજરમાં કંઈ જ નથી.”

(6:46 pm IST)