Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

ખોડલધામનો પાટોત્સવ વર્ચ્યુઅલ યોજાશે: લોકોનો મેળાવડો નહો થાય:કોરોનાના વધતા કેસને લઈને કોર કમિટીમાં નિર્ણય

પાટોત્સવમાં 20 લાખ લોકો એકઠા થવાની ધારણા હતી પરંતુ કોરોનાની સ્થિતિ જોતા જનમેદની એકઠી કરવાનો કાર્યક્રમ રદ

રાજકોટ :  લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21 જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થશે. ખોડલધામમાં 21મી જાન્યુઆરીએ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.પરંતુ હાલ કોરોનાની સ્થિતિ વણસી હોવાથી પાટોત્સવ વર્ચ્યુઅલ યોજવાનો ખોડલધામ કોર કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

  ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આવતીકાલે ટ્રસ્ટીઓની બેઠક બોલાવી છે. પહેલા પાટોત્સવમાં 20 લાખ લોકો એકઠા કરવાની વાત હતી પરંતુ કોરોનાની સ્થિતિ જોતા જનમેદની એકઠી કરવાનો
ખોડલધામ કોર કમિટીએ પાટોત્સવના આયોજનને લઇને આ નિર્ણય લીધો છે. આ પાટોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રીઓ સહિત મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેવાના હતા. કોરોનાની નવી ગાઈડલાઈનના કારણે વર્ચ્યુઅલ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

પાટોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે સમગ્ર ગુજરાતમાં રહેતા પાટીદાર સમાજને આમંત્રણ આપવા ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ  પટેલે ખુદ સમગ્ર રાજ્યમાં ભ્રમણ કર્યું હતું. ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, આગેવાનો અને સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. પાટોત્સવમાં 108 કુંડી યજ્ઞ યોજાનાર હોય સ્વયંસેવકો દ્વારા હવનકુંડ તૈયાર કરી દેવામાં આવ્યા છે.

(7:06 pm IST)