Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

ખાલી ખુરશીથી ધ્યાન હટાવવા સુરક્ષા મુદ્દો ઊઠાવાયો : કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિધ્ધુ

પંજાબમાં વડાપ્રધાનની સુરક્ષામાં ચૂકને લઈને વિવાદ : પીએમ મોદીની સભામાં ખુરશીઓ ખાલી હતી અને તેના કારણે સુરક્ષાનું બહાનું કાઢીને હાજર રહેવાનું ટાળ્યાનો આક્ષેપપંજાબમાં વડાપ્રધાનની સુરક્ષામાં ચૂકને લઈને વિવાદ : પીએમ મોદીની સભામાં ખુરશીઓ ખાલી હતી અને તેના કારણે સુરક્ષાનું બહાનું કાઢીને હાજર રહેવાનું ટાળ્યાનો આક્ષેપ

નવી દિલ્હી, તા.૬ : પીએમ મોદીની પંજાબ મુલાકાત દરમિયાન થયેલી સુરક્ષામાં ચૂકને લઈને હવે આરોપ-પ્રત્યારોપનો દોર શરુ થયો છે. પંજાબમાં કોંગ્રેસ સરકાર પર ભાજપ માછલા ધોઈ રહી છે ત્યારે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિધ્ધુનુ કહેવુ છે કે, ફિરોઝપુરમાં યોજાનારી રેલીમાં ખુરશીઓ ખાલી હતી અને ધ્યાન બીજે દોરવા માટે સુરક્ષાનો મુદ્દો ઉઠાવાઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી ભટિંડા એરપોર્ટ પર ઉતર્યા બાદ સડક માર્ગે ફિરોઝપુર જવા રવાના થયા હતા ત્યારે પ્રદર્શનકારીઓએ રસ્તો જામ કરી દેતા પીએમ મોદીનો કાફલો ૨૦ મિનિટ સુધી ઓવરબ્રિજ પર ફસાયેલો રહ્યો હતો.જેના પગલે પીએમ મોદીને પાછા ફરવુ પડ્યુ હતુ.

ભાજપે આ ઘટનાને પીએમ મોદીની સુરક્ષામાં મોટી ચુક ગણાવી છે ત્યારે હવે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષનુ આડકતરી રીતે  કહેવુ છે કે, પીએમ મોદીની સભામાં ખુરશીઓ ખાલી હતી અને તેના કારણે સભા નિષ્ફળ જાય તેવી સ્થિતી હતી.એટલે સુરક્ષાનુ બહાનુ કાઢીને સભામાં હાજર રહેવાનુ ટાળી દેવાયુ હતુ.

(7:42 pm IST)