Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મથુરાથી લડશે તો અમારી હિંમત વધી જશે : હેમામાલિની

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને યુપીની ચૂંટણીમાં લડવા પક્ષમાં જ દબાણ વધ્યું : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત છેલ્લા ત્રણ મુખ્યમંત્રી ક્યારેય વિધાનસભા ચૂંટણી લડયા નથી જેમાં માયાવતી-અખિલેશનો સમાવેશ

નવી દિલ્હી, તા.૬ : યુપી વિધાનસભાની આગામી ચૂંટણીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર મથુરાથી ચૂંટણી લડવા માટે તેમની જ પાર્ટીમાંથી દબાણ વધી રહ્યુ છે. મથુરાના સાંસદ હેમા માલિનીએ પણ કહ્યુ છે કે, મુખ્યમંત્રી યોગી જો મથુરાથી ચૂંટણી લડશે તો અમારી હિંમત વધી જશે.

મથુરા સાંસદ હેમા માલિનીએ મથુરા જંક્શન પર આઠ કરોડ રુપિયાના પ્રોજેકટરનુ લોકાર્પણ કર્યુ હતુ અને તેમણે કહ્યુ હતુ કે, પીએમ મોદીની સુરક્ષામાં મોટી ચૂક થઈ છે અને તેના પર કાર્યવાહી થવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, યોગી આદિત્યનાથે આ વખતે વિધાનસભા ચૂંટણી લડવાનુ એલાન કર્યુ છે.આ જાહેરાત મહત્વની એટલા માટે છે કે, યોગી સહિત છેલ્લા ત્રણ મુખ્યમંત્રીઓ ક્યારેય વિધાનસભા ચૂંટણી લડયા નથી.જેમાં માયાવતી અને અખિલેશનો પણ સમાવેશ થાય છે.તેઓ વિધાનપરિષદના રસ્તે સરકારમાં પ્રવેશ્યા હતા.

ભાજપના બીજા નેતાઓ પણ હેમા માલિની જેમ કહી ચુકયા છે કે, યોગી મથુરાથી ચૂંટણી લડે તે જરુરી છે.

(7:42 pm IST)