Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

ઉત્તર પ્રદેશમાં ખેડૂતો માટે વીજળીના દરમાં 50 ટકા છૂટ આપવા યોગી સરકારનો નિર્ણય

ખેડૂતોને ફિક્સ ચાર્જમાં 50 ટકા છૂટ પણ મળશે: મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વીટ કરીને આ જાણકારી આપી

નવી દિલ્હી :  ઉત્તર પ્રદેશમાં ખેડૂતો માટે વીજળીના દરમાં 50 ટકા છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ટ્વીટ અનુસાર, રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ખાનગી વીજળીના દરમાં વર્તમાન દરોની સામે 50 ટકા છૂટ આપવાનો નિર્ણય કર્યો છે

આ સાથે ખેડૂતોને ફિક્સ ચાર્જમાં 50 ટકા છૂટ પણ મળશે. ઉત્તર પ્રદેશમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ વોટિંગની તારીખો પણ જાહેર થઈ શકે છે. થોડા દિવસો પહેલા પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ ખેડૂતોની વીજળી માફ કરવાનું વચન આપ્યું હતું.

એક ચૂંટણી રેલીમાં અખિલેશ યાદવે કહ્યું હતું કે જો સમાજવાદી પાર્ટી ચૂંટણી જીતીને સત્તામાં આવશે તો 300 યુનિટ ઘરેલું વીજળી અને સિંચાઈ બિલ માફ કરવામાં આવશે.

(8:36 pm IST)