Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

સુરક્ષાચૂક મામલે ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરતા ગૃહમંત્રી અમિતભાઈ શાહ

ત્રણ સભ્યોવાળી આ કમિટીનું નેતૃત્વ કેબિનેટ સચિવાલય સચિવ (સુરક્ષા) સુધીર કુમાર સક્સેના કરશે: કમિટીમાં આઈસીના જોઈન્ટ ડાયરેક્ટર બલબીર સિંહ અને એસજીપી આઈજી એસ સુરેશ સામેલ

નવી દિલ્હી : ગૃહ મંત્રાલયે પ્રધાનમંત્રીના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં થયેલી ચુકની તપાસ માટે એક કમિટીની રચના કરી છે. ત્રણ સભ્યોવાળી આ કમિટીનું નેતૃત્વ કેબિનેટ સચિવાલય સચિવ (સુરક્ષા) સુધીર કુમાર સક્સેના કરશે. આ સિવાય કમિટીમાં આઈસીના જોઈન્ટ ડાયરેક્ટર બલબીર સિંહ અને એસજીપી આઈજી એસ સુરેશ સામેલ છે. 

 કે પંજાબના પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં બુધવારે તે સમયે ગંભીર ચુકના ઘટના થઈ, જ્યારે ફિરોઝપુરમાં કેટલાક પ્રદર્શનકારીઓએ તે રોડ માર્ગે અવરોધ ઉભો કરી દીધો, જ્યાંથી તેમણે પસાર થવાનું હતું. આ કારણે પ્રધાનમંત્રી એક ફ્લાઈઓવર પર આશરે 20 મિનિટ સુધી ફસાયેલા રહ્યા. ઘટના બાદ પ્રધાનમંત્રી કોઈ કાર્યક્રમમાં સામેલ થયા વગર દિલ્હી પરત ફરી ગયા હતા.

કેન્દ્ર સરકારે આ ઘટના માટે પંજાબની કોંગ્રેસ સરકારને જવાબદાર ઠેરવી છે અને તેમની પાસે રિપોર્ટ માંગ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને તત્કાલ રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપતા કહ્યુ કે, તેણે જરૂરી તૈનાતી ન કરી, જ્યારે ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ કે, પ્રધાનમંત્રીની યાત્રા દરમિયાન સુરક્ષા પ્રક્રિયામાં આ પ્રકારની બેદરકારી સંપૂર્ણ પણે અસ્વીકાર્ય છે અને જવાબદારી નક્કી કરવામાં આવશે. 

(10:04 pm IST)