Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

જોહનીસબર્ગ ટેસ્ટમાં ભારતનો પરાજય: દક્ષિણ આફ્રિકાનો 7 વિકેટે વિજય

આફ્રિકાના કેપ્ટ્ન ડીન એલગરની 96 રનની અણનમ ઇનિંગ , સિરીઝ 1-1 થી બરાબર

જોહાનિસબર્ગ : ડીન એલ્ગરના અણનમ 96 રનની મદદથી દક્ષિણ આફ્રિકાએ ભારત સામેની બીજી ટેસ્ટમાં 7 વિકેટે વિજય મેળવ્યો છે.ભારતે આપેલા 240 રનના પડકારને દક્ષિણ આફ્રિકાએ 3 વિકેટ ગુમાવી વિજય મેળવાયો હતો,આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ ત્રણ ટેસ્ટની શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે. ત્રીજી અને અંતિમ ટેસ્ટ 11 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે. ભારત બીજા દાવમાં 266 રનમાં ઓલઆઉટ થતા દક્ષિણ આફ્રિકાને 240 રનનો પડકાર મળ્યો હતો.

ચોથા દિવસે દક્ષિણ આફ્રિકાએ 2 વિકેટે 118 રનથી દિવસની શરૂઆત કરી હતી. ચોથા દિવસે દક્ષિણ આફ્રિકાએ ફક્ત વાન ડેર ડસનના (40 રન) રૂપમાં એકમાત્ર વિકેટ ગુમાવી હતી. આ પછી ડીન અલ્ગર (96 અણનમ) અને બાવુમા (અણનમ 23)એ બાજી સંભાળી હતી. ભારત તરફથી મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર અને અશ્વિને 1-1 વિકેટ ઝડપી હતી.

(10:06 pm IST)