Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવતના સ્ટેજ પર યુવક છરી લઇને પહોંચ્યો :ધરપકડ

યુવકને પોલીસને હવાલે કરતાં કોંગ્રેસી કાર્યકર હાથ છોડાવી નાસી છૂટ્યો :મોડી સાંજે પોલીસે આરોપી યુવકને ઝડપી લીધો

કોંગ્રેસના સભ્યપદ કાર્યક્રમમાં એક યુવક છરી સાથે સ્ટેજ પર પહોંચ્યો હતો. તેમણે ધમકી આપી હતી કે જો તેઓ જય શ્રી રામના નારા નહીં લગાવે તો કોંગ્રેસીઓ પર હુમલો કરી દેશે. સદનસીબે આ ઘટનાની થોડીવાર પહેલા પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ચૂંટણી પ્રચાર પ્રભારી હરીશ રાવત સ્ટેજ પરથી નીચે ઉતરી ગયા હતા. યુવકને પોલીસને હવાલે કરતાં કોંગ્રેસી કાર્યકર હાથ છોડાવી નાસી છૂટ્યો હતો. મોડી સાંજે  પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી.

ગુરુવારે હરીશ રાવત કોંગ્રેસના સભ્યપદ કાર્યક્રમમાં કેટલાક લોકોને સામેલ કરવા અહીં આવ્યા હતા. આ દરમિયાન તેમણે જનસભાને પણ સંબોધી હતી. જનસભામાં સંબોધન કર્યા બાદ રાવત સ્ટેજ પરથી નીચે ઉતરવા લાગ્યા હતા. દરમિયાન એક યુવક અચાનક સ્ટેજ પર ચઢી ગયો. તેણે છરી હલાવીને માઈક પકડી લીધું અને મેદાનમાં હાજર લોકોને જય શ્રી રામ બોલવા માટે કહેવા લાગ્યો. જો સૂત્રોચ્ચાર નહીં કરે તો ઘટનાસ્થળે હાજર રહેલા કોંગ્રેસના કાર્યકરો અને લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપવાનું શરૂ કર્યું હતું. આ અનિચ્છનિય બનાવને પગલે સભા સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. યુથ કોંગ્રેસના વિધાનસભા ક્ષેત્રના પ્રમુખ પ્રભાત સાહની અને સ્ટેજ પર હાજર અન્ય એક કાર્યકર્તાએ કોઈક રીતે યુવકને પકડીને તેના હાથમાંથી છરી છીનવી લીધી હતી. સાહની અને અન્ય કોંગ્રેસીઓ તેને પોલીસના હવાલે કરવા લઈ ગયા, પરંતુ તે હાથ છોડાવીને ભાગી ગયો.પોલીસે સાંજે તેની ધરપકડ કરી હતી

(11:10 pm IST)