Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

ઇગ્નુ પીએચડી પરીક્ષા 2021 માટે અરજી કરવાની આવતી કાલે 7 જાન્યુઆરીએ અંતિમ તારીખ

ઇગ્નુની સત્તાવાર વેબસાઈટ ignou.nta.ac.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકો છો.

નવી દિલ્હી : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ ઇગ્નુ પીએચડી પરીક્ષા 2021 માટે અરજી કરવાની આવતી કાલે એટલે કે 7 જાન્યુઆરી 2022 અંતિમ તારીખ છે. જે ઉમેદવારોએ હજુ સુધી પરીક્ષા માટે અરજી નથી કરી તે એનટીએ ઇગ્નુની સત્તાવાર વેબસાઈટ ignou.nta.ac.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકો છો.

અગાઉ અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2021 હતી. ઓફિશિયલ નોટિફિકેશન મુજબ, અરજી ફી ભરવાની છેલ્લી તારીખ 8 જાન્યુઆરી 2022 છે અને અરજી ફોર્મમાં સુધારો 9 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી 2022 સુધી કરી શકાશે.

IGNOU પીએચડી પ્રવેશ પરીક્ષા માટે, ઉમેદવારે NTA વેબસાઇટ ignou.nta.ac.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. સૌ પ્રથમ તમારી બેઝિક જાણકારી ભરીને રજીસ્ટ્રેશન કરો. બાદમાં, રજીસ્ટ્રેશન નંબર સાથે અરજી ફોર્મ ભરો. તમારો ફોટો અપલોડ કરો અને ઓનલાઈન ફી પેમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરો. જો તમે પહેલાથી જ રજીસ્ટ્રેશન કરાવ્યું હોય, તો ફરીથી રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી. તમે લૉગ ઇન કરીને અરજી ફોર્મ ભરી શકો છો. ઓનલાઈન અરજી ફોર્મની લિંક આગળ આપવામાં આવી છે.

આ પરીક્ષા 180 મિનિટ એટલે કે 3 કલાકની રહેશે. પ્રવેશ પરીક્ષા નિયત તારીખે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી લેવામાં આવશે. પરીક્ષાની ભાષા હિન્દી, અંગ્રેજી અને અન્ય હશે. આ હેતુલક્ષી પ્રકારમાં એટલે કે બહુવિધ પસંદગીના પ્રશ્નો પૂછવામાં આવશે. ઇન્ટરવ્યૂ માટે શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોને વિષય-વિશિષ્ટ ડોક્ટરલ સંશોધન સમિતિ સમક્ષ ઇન્ટરવ્યુ/પ્રેઝન્ટેશન માટે બોલાવવામાં આવશે.

(11:37 pm IST)