Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

પીએમ મોદીની સુરક્ષામાં ચૂક મામલે ભાજપના કાર્યકરોએ પંજાબના નાયબ મુખ્યમંત્રીનો ઘેરાવ કર્યો

ભાજપના કાર્યકરોએ તેમને ઘેરી લીધા અને 'જય શ્રી રામ' ના નારા લગાવ્યા

પંજાબમાં પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં ચૂકને લઈને રાજકારણ હાલમાં ગરમાયેલું છે. ભાજપ અને કોંગ્રેસ એક બીજા પર આક્ષેપ કરી રહ્યા છે. પંજાબ સીએમ ચરણજીત સિંહ ચન્ની પર ભાજપ આકરાંપાણીએ છે. જ્યારે કોંગ્રેસ ભાજપના આરોપને સતત ફગાવતું આવ્યું છે.

આ દરમિયાન કોંગ્રેસ સરકારના એક ટોચના મંત્રીએ રસ્તા પર વિરોધ પ્રદર્શન કરતા ભાજપના કાર્યકરોથી ઘેરાયેલા જોવા મળ્યા હતાં.

ભાજપના નેતાઓ અને કાર્યકરોએ નાયબ મુખ્યમંત્રીનો ઘેરાવ કર્યો અને તેમને 'મોદી ઝિંદાબાદ'ના નારા સંભળાવ્યા હતાં. પંજાબના નાયબ મુખ્યમંત્રી ઓપી સોની અમૃતસર જઈ રહ્યા હતા.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગઈકાલે પીએમની સુરક્ષાના ભંગનો વિરોધ કરી રહેલા ભાજપના કાર્યકરોએ તેમને ઘેરી લીધા હતા. એક વીડિયોમાં ભાજપના કાર્યકરો 'જય શ્રી રામ' ના નારા લગાવતા બતાવે છે. સોનીની કાર અટકી. તે પછી તે 'મોદી ઝિંદાબાદ' ના નારા લગાવતા જોવા મળે છે.

ફેબ્રુઆરી-માર્ચમાં પંજાબની ચૂંટણી પહેલા વડાપ્રધાનની સુરક્ષામાં ભંગને લઈને આરોપ-પ્રત્યારોપનો ખેલ શરૂ થયો છે. પીએમ મોદી પંજાબના ફિરોઝપુરમાં ચૂંટણી રેલીમાં જઈ રહ્યા હતા ત્યારે તેમનો કાફલો સ્થળથી માત્ર 10 કિમી દૂર ફ્લાયઓવર પર ફસાઈ ગયો હતો.

દેખાવકારોએ રસ્તો બ્લોક કરી દીધો હતો. પીએમ 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર હતા અને કાફલો પાછો ફર્યો અને ભટિંડા એરપોર્ટ માટે રવાના થયો. કેન્દ્ર અને સત્તારૂઢ ભાજપે પંજાબ સરકાર પર પીએમ મોદીના જીવને જોખમમાં મૂકવાનો આરોપ લગાવ્યો છે.

(11:55 pm IST)