Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

કુદરતે બરફવર્ષાથી બદરીનાથ ધામ અને અને કેદારનાથનો અદ્દભુત શ્રૃંગાર કર્યો

બેથી ત્રણ ફૂટની બરફ વર્ષાએ ચોતરફ ચાંદી જેવી મોટી પરત છવાઈ ગયેલી બરફની સફેદ ચાદર દેખાઈ

નવી દિલ્હી :  હિન્દુઓનું મુખ્ય આસ્થાનું કેન્દ્ર બદરીનાથ ફરી એક વખત જબરદસ્ત બરફની ઝપેટમાં આવી ગયું છે. અહીં કુદરત ભગવાન બદરી વિશાલના મંદિર અને સંપૂર્ણ ધામનો અદ્દભુત શૃંગાર કર્યો છે. મંગળવારથી થઈ રહેલી બરફ વર્ષા બાદ આજે ગુરુવારે હવામાન સાફ અને સારું થઈ ગયું છે અને સારો એવો તડકો પડી રહ્યો છે પરંતુ ભગવાન બદરી વિશાલનું મંદિર અદ્દભુત બરફના શૃંગારથી સજેલું છે.અહીં બેથી ત્રણ ફૂટની બરફ વર્ષાએ બદરી વિશાલના મંદિર પર ચાર ચાંદ લગાવી દીધા છે.

ચોતરફ ચાંદી જેવી મોટી પરત છવાઈ ગયેલી બરફની સફેદ ચાદર દેખાઈ રહી છે. જોકે આજે સવારે હવામાન ચોખ્ખું અને સારું થઈ ચૂક્યું છે પરંતુ અત્યારે પણ હવામાન વિભાગનું એલર્ટ છે. આ બધા વચ્ચે અહીં તાપમાન માઇનસ 10 ડિગ્રી નજીક પહોંચી ગયું છે. અહીં વહેતા નાળાઓના પાણી પહેલા જ સંપૂર્ણ રીતે ફ્રીઝ થઈ ચૂક્યા છે. આ સમયે ભગવાન બદરી વિશાલના કપટ શિયાળાની સીઝન માટે બંધ છે અને માન્યતાઓ મુજબ આ સમયે અહીં દેવી દેવતાઓના દર્શનનો હોય છે એવામાં અહીં દેવ ઋષિ નારદ પૂજારીના રૂપમાં બિરાજમાન રહે છે અને મા લક્ષ્‍મી ભગવાન બદરી વિશાલ સાથે બિરાજમાન રહે છે.

 

આ સમયે જબરદસ્ત બરફ વર્ષા બાદ સંપૂર્ણ બદરીનાથ ધામ સફેદ ચાંદીની પરત જેવુ સજેલું દેખાઈ રહ્યું છે. બરફ વર્ષા બાદ બદરીનાથ ધામની છબી જોતા જ સુંદર લાગી રહી છે. ચોતરફ બરફની મોટી ચાદર અને ભગવાન બદરી વિશાલનું મંદિર પોતાની જાતમાં અદ્દભુત નજરે પડી રહ્યું છે. જોકે બરફ વર્ષા બાદ બદરી ધામમાં જબરદસ્ત રુવાંટી ઊભી કરી દે તેવી ઠંડીનું વાતાવરણ થઈ ગયું છે. બદરીનાથ ધામમાં આ વખત જબરદસ્ત શીત લહેરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. અહીં તાપમાન માઇનસ 10 થી માઇનસ 15 સુધી પહોંચી રહ્યું છે.

એવામાં અહીં મંદિરની સુરક્ષામાં રહેનારા પોલીસના જવાનો માટે પરેશાની હજુ વધી રહી છે. જોકે અહીં રાહત આપનારી વાત એ છે કે મંદિરની બરાબર નીચે એક ગરમ કુંડ છે જેમાં દરેક વાતાવરણમાં ગરમ પાણી નીકળતું રહે છે જે અહીં રહેતા જવાનો માટે થોડી રાહત આપનારી વાત છે કેમ કે આટલી થ્રીજવી મૂકતી ઠંડીમાં બદરીનાથ ધામમાં પણી સંપૂર્ણ રીતે ફ્રીજ થઈ જાય છે પરંતુ ગરમ કુંડનું ગરમ પાણી આ લોકો માટે ઘણી મોટી રાહત સાબિત થાય છે. બરફ વર્ષા સાથે જ અહીં ભગવાન બદરી વિશાલનું મંદિર જબરદસ્ત બરફની પકડમાં આવી ગયું છે. તો બદરીનાથ ધામમાં ઉપસ્થિત મકાન, દુકાન, માર્ગ, વૃક્ષો બધા જબરદસ્ત ફરફથી ઢંકાઈ ગયા છે. બદરીનાથ માર્ગ હનુમાન ચટ્ટીથી આગળ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો છે તો પર્વતોથી જગ્યા જગ્યા પર હવે બરફ પડવાનું જોખમ બનેલું છે.

(12:17 am IST)