Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

દક્ષિણ કોરિયામાં વાળ ખરવાની સારવાર બન્યો રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનો નવો મુદ્દો

વાળ ખરવાની સારવાર માટે સરકારી મદદ પર ભાર આપવાને કારણે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ઘણા ટાલવાળા મતદારોનું સમર્થન મેળવી રહ્યા છે

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર લી જે-મ્યુંગને ટાલ નથી, પરંતુ વાળ ખરવાની સારવાર માટે સરકારી મદદ પર ભાર આપવાને કારણે તેઓ ઘણા ટાલવાળા મતદારોનું સમર્થન મેળવી રહ્યા છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં, તેને પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો જેમાં વાળ ખરવાની સારવારમાં સરકારી મદદ પર ભાર મુખયો છે. છેલ્લી ચૂંટણી દરમિયાન ઉત્તર કોરિયાનો પરમાણુ કાર્યક્રમ, અમેરિકા સાથેના સંબંધો, કૌભાંડો અને આર્થિક સમસ્યાઓ જેવા મહત્વના મુદ્દા હતા.

ટાલિયા લોકોએ જે મ્યુંગના પ્રસ્તાવનું જોરદાર સમર્થન કર્યું છે. શાસક પક્ષના ઉમેદવારે માત્ર મત મેળવવા માટે આ લોકલાગણીની દરખાસ્ત કરી હોવાની આકરી ટીકા પણ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ અંગે સંદેશાઓનું પૂર આવ્યું છે. કેટલાક સંદેશાઓ કહે છે, ‘જે મ્યુંગ, હું તને પ્રેમ કરું છું. તમે માનનીય રાષ્ટ્રપતિ છો. તમે પહેલીવાર કોરિયામાં ટાલિયા લોકોમાં ઉત્સાહ જગાવ્યો છે.

જે મ્યુંગે બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ માને છે કે વાળના પુનઃવૃદ્ધિની સારવાર નેશનલ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રોગ્રામ દ્વારા આવરી લેવી જોઈએ. જે મ્યુંગે ફેસબુક પર લખ્યું છે કે, “હું હેર રિગ્રો ટ્રીટમેન્ટ માટે એક શાનદાર વ્યૂહરચના બનાવીશ.”

અહેવાલો અનુસાર, દક્ષિણ કોરિયામાં દર પાંચમાંથી એક વ્યક્તિ વાળ ખરવાની સમસ્યાથી પીડાય છે. વાળ ફરીથી ઉગાડવાની સારવાર હાલમાં સરકાર દ્વારા સંચાલિત વીમા કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવતી નથી. જ્યારે અમુક રોગોને કારણે વાળ ખરતા હોય ત્યારે જ સારવાર માટે મદદ આપવામાં આવે છે.

(12:34 am IST)