Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ગુજરાતના પૂર્વ ડીજીપી શબ્બીર હુસૈન શેખદમ ખંડવાવાલા બીસીસીઆઇની એન્ટી કરપ્સન યુનિટના પ્રમુખપદે નિયુક્ત

1973 બેંચના આઇપીએસ અધિકારી ખંડવાવાલા અજિત સિંહની જગ્યા સંભાળશે:

ગુજરાતના પૂર્વ ડીજીપી શબ્બીર હુસૈન શેખદમ ખંડવાવાલા બીસીસીઆઇની ભ્રષ્ટાચાર વિરોધી એકમ (એસીયુ)ના નવા પ્રમુખ હશે. તે આ પદ અજિત સિંહની જગ્યાએ સંભાળશે. રાજસ્થાનના પૂર્વ ડીજીપી સિંહે એપ્રિલ 2018માં પદ સંભાળ્યુ હતું અને તેમનો કાર્યકાળ 31 માર્ચે પૂર્ણ થઇ ગયો.

ડીજીપી સિંહે પૃષ્ટી કરી છે કે તે આગામી પ્રમુખની મદદ માટે કેટલાક દિવસ કામ ચાલુ રાખશે. બીજી તરફ 1973 બેંચના આઇપીએસ અધિકારી ખંડવાવાલાને 9 એપ્રિલથી શરૂ થઇ રહેલી આઇપીએલ પહેલા આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.

ખંડવાવાલાએ કહ્યુ, “આ ગર્વની વાત છે કે હું બીસીસીઆઇનો ભાગ બની રહ્યો છું, જે વિશ્વમાં સૌથી સારૂ ક્રિકેટ સંગઠન છે. સુરક્ષા મામલે મારા અનુભવનો ફાયદો મને આ કામમાં મળશે.’ ખંડવાવાલા ડિસેમ્બર 2010માં ગુજરાતના ડીજીપી પદ પરથી રિટાયર થયા હતા, તે બાદ 10 વર્ષથી એસ્સાર જૂથના સલાહકાર છે. તે કેન્દ્ર સરકારની લોકપાલ સર્ચ સમિતીના પણ સભ્ય રહી ચુક્યા છે. તે બુધવારે ચેન્નાઇ જશે. આ પહેલા તેમણે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અંતિમ વન ડે મેચ પણ જોઇ હતી. આ વખતે બીસીસીઆઇએ આ પદ માટે અરજી મંગાવી નહતી.

ક્રિકેટને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે કડક નિયમ અને કડક કાર્યવાહીની જરૂરત છે. 2013માં આઇપીએલ પર લાગેલા ફિક્સિંગના કલંકને કારણે બીસીસીઆઇને નુકસાન પહોચ્યુ છે. હવે બોર્ડ કોઇ પણ રીતની ઢીલ છોડવા નથી માંગતુ. બોર્ડે સ્પોટ ફિક્સિંગની ઘટના સામે આવ્યા બાદથી હવે ખેલાડીઓને ફ્રેન્ચાઇઝી ટીમને લઇને નિયમ કડક બનાવી દીધા છે.

રવિવારે બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પણ પૃષ્ટી કરી હતી કે આઇપીએલ 14ની સીઝનમાં બધુ નક્કી કાર્યક્રમ અનુસાર જ થશે. ગાંગુલીએ એએનઆઇને કહ્યુ, બધુ નક્કી કાર્યક્રમ અનુસાર થશે. વાનખેડે સ્ટેડિયમ 9-25 એપ્રિલ સુધી આ સીઝનમાં 10 આઇપીએલ મેચની યજમાની કરવા માટે તૈયાર છે. મુંબઇ સ્ટેડિયમમાં પ્રથમ મેચ 9 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઇ સુપરકિગ્સ વચ્ચે રમાશે

(12:00 am IST)