Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

૧૦મીથી ૯૦ ટકા ટ્રેનો દોડવા લાગશે

રેલ્વે મુસાફરો માટે સારા સમાચાર

નવી દિલ્હી, તા.૬: રેલ્વેના મુસાફરો માટે કોરોના કહેર વચ્ચે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ૧૦ એપ્રિલથી ૯૦ ટકાને ટ્રેન ટ્રેક પર પરત ફરશે.

હવે તમામ દિશાઓ માટે ચાલનારી ટ્રેનો પાછી પાટે ચઢી રહી છે. ગત વર્ષે લોકડાઉન બાદ રોકાયેલી ટ્રેનોને રેલ્વે ટ્રેકો પરથી ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ૧૦ એપ્રિલથી દિલ્હી તથા અન્ય સ્ટેશનોથી સંચાલિત થનારી ટ્રેનો ચાલવા લાગશે.

કોરોના ઝડપથી ફેલાઇ રહયો છે પણ હવે રેલવે રોકાવાની નથી. ધીરે ધીરે કરીને રેલવેએ તમામ ટ્રેનો ચલાવવાની તૈયારી કરી લીધી છે. સોમવારે ઉત્તર રેલવેની ૭૦ થી વધારે લોકલ ટ્રેનો ચાલી પડી તો ત્યારે હવે શતાબ્દી સમાન ટ્રેનો પણ ચલાવવાની તૈયાર કરી છે.

રેલ્વેના સૂત્રોના અનુસાર ઓપરેશન વિભાગ મોટા ભાગની ટ્રેનોને ચલાવવાની તૈયારી કરી ચૂકી છે. એટલા માટે સમય સારણી પણ તૈયાર કરી ચૂકી છે. કોવિડ પ્રોટોકોલની વચ્ચે ૧૦ એપ્રિલથી ૯૦ ટકા ટ્રેનો ચલાવવા લાગશે. આ ટ્રેનોના ચાલવાથી પ્રવાસીઓને ઘણી સગવળ મળશે. ત્યારે ભીડથી પણ પ્રવાસી બચી શકશે.

રેલવેના સત્તાવાર સૂત્રો મુજબ ૧૦ એપ્રિલથી અમૃતસર શતાબ્દી, ચંદીગઢ શતાબ્દી, જયપુર શતાબ્દી સહિત અન્ય રૂટની શતાબ્દી તથા રાજધાની ટ્રેનો ચાલશે. કોવિડના કારણે તમામ ટ્રેન સ્પેશિયલ બનીને ચાલશે. જો કે ભાડુ વધારે રહેશે. જોકે શકયતા છે કે કોરોના ટેસ્ટ વગર પ્રવાસ કરવા દેવામાં નહીં આવે. હરિદ્વાર સ્ટેશન પર સોમવારે આ પ્રકારનો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે. સોમવારે ઉત્તર રેલવેએ ૭૦ થી વધારે લોકલ ટ્રેનો પાછી પાટા પર ચઢાવી દેવામાં આવી છે. પરંતુ પ્રવાસીઓની ભીડ પહેલા દિવસે વધારે ન આવી. નવી દિલ્હી સ્ટેશનની વાત કરીએ તો આ સ્ટેશનથી લગભગ ૧૦ ટ્રેનો સંચાલિત કરવામાં આવી. પરંતુ કાઉન્ટરમાં માત્ર ૨૫૦ ટિકિટ જ વેચાઇ. જો કે લોકલ ટ્રેનો ચાલવાથી પ્રવાસીઓની વચ્ચે ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ભીડ ઓછી થવાથી પ્રવાસીઓએ પણ અંતર રાખવાનું યોગ્ય સમજયુ હતું.

(12:01 pm IST)