Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ભારત સાથે વેપાર નહીંના નિર્ણયથી પાકિસ્તાન મોંઘવારીના ખપ્પરમાં: દુધ ૧ લિટરના ૧૩૦, ખાંડ-ટમેટાના ૧૦૦ રૂપિયા

કરાંચી, તા.૬: પાકિસ્તાન અસહ્ય મોંદ્યવારીના ખપ્પરમાં ફસાઈ ગયું છે. આર્થિક મોરચે ભારે મુશ્કેલી વચ્ચે પાકિસ્તાનમાં મોંદ્યવારીએ એવી માઝા મૂકી છે કે સામાન્ય પ્રજાને બે ટંક ભોજન માટે પણ ભારે સંદ્યર્ષ કરવો પડી રહ્યો છે. તાજેતરમાં પાકિસ્તાને ભારત પાસેથી ખાંડ અને કપાસની ખરીદી કરવાનો ઈન્કાર કર્યા બાદ ખાંડની કિંમત પ્રતિ કિલો રૂપિયા ૧૦૦ને પાર થઈ ગઈ છે.

આ ઉપરાંત રસોઈગેસની પણ ભારે અછત સર્જાઈ છે. પાકિસ્તાનમાં ફુગાવાનો દર પણ ૯ ટકાની સપાટી વટાવી ગયો છે. દૂધ, ઈંડાં, શાકભાજી તથા ફળોની કિંમત પણ ખૂબ જ વધારે છે. પાકિસ્તાનમાં ૨૫ ટકાથી વધારે લોકો ગરીબી રેખાથી નીચે જીવન જીવી રહ્યા છે ત્યારે મોંદ્યવારીનો દર તેમના માટે અસહ્ય છે.

ભારત પાસેથી ખાંડની આયાત નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યા બાદ કિંમત કિલો દીઠ રૂપિયા ૧૦૦ને પાર થઈ ગઈ છે. ગયા વર્ષે ખાંડની કિંમત રૂપિયા ૮૦ હતી. સ્થાનિક બજારોના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ભારતમાંથી ખાંડની આયાત નહીં કરવાના નિર્ણયની દ્યરઆંગણે કિંમત પર ભારે પ્રતિકૂળ અસર થઈ છે. આ ઉપરાંત ખાંડમાં થતી છટ્ટાકીય પ્રવૃત્ત્િ।ની પણ કિંમત પર અસર જોવા મળી છે.

કરાચી-લાહોરમાં ચિકન મીટની કિંમત પ્રતિ કિલો ૩૬૫થી ૫૦૦ સુધી થઈ

પાકિસ્તાનના કરાચી અને લાહોરમાં ચીકન મીટની કિંમત રૂપિયા ૩૬૫દ્મક ૫૦૦ થઈ ગઈ છે. આ ઉપરાંત લિટરદીઠ દૂધ રૂપિયા ૧૩૦, એક કીલો બટાકાની કિંમત રૂપિયા ૬૦, ટામેટાની કિંમત રૂપિયા ૧૦૦ થઈ ગઈ છે.

પાકિસ્તાન જાન્યુઆરી મહિનાથી જ રસોઈગેસની કારમી અછતનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનમાં ગેસનો પુરવઠો પુરો પાડી રહેલી કંપની સુઈ નોર્દન દૈનિક ૫૦૦ મિલિયન સ્ટાન્ડર્ડ કયુબિક ફૂટ ગેસની અછતનો સામનો કરી રહી છે. આ સંજોગોમાં કંપની પાસે પાવર સેકટરને ગેસનો પુરવઠો અટકાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી. ઈમરાન ખાન સરકારે સમયસર ગેસની ખરીદી કરી નથી,જેને લીધે દેશને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

છેલ્લા એક વર્ષમાં વીજળી દરમાં ૩૧.૫ ટકાનો ઉછાળો આવ્યો

પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટીસ્ટીકસ (PBS)ની આંકડાકીય માહિતી પ્રમાણે છેલ્લા એક વર્ષમાં વીજળી દરોમાં ૩૧.૫ ટકાનો વધારો થયો છે. દ્યઉના લોટમાં ૨૦ ટકા, કઠોળની કિંમતોમાં ૨૦ ટકા તથા વનસ્પતિ દ્યીની કિંમતમાં પણ ૧૭ ટકા જેટલો વધારો થયો છે.

મોંઘવારીના મુદ્દે ચોતરફ દ્યેરાયેલ પાકિસ્તાનમાં ઈમરાન સરકારે તાજેતરમાં ડો.અબ્દુલ હાફીઝ શેખને પદ પરથી હટાવી ઉદ્યોગ અને ઉત્પાદન મંત્રી હમ્માદ અઝહરને નવા નાણાં મંત્રી બનાવ્યા છે, તેમ છતાં મોંદ્યવારી પર કોઈ નિયંત્રણ આવી શકયું નથી.

(12:56 pm IST)