Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

શિરડી સાંઇબાબા મંદિર અચોક્કસ મુદ્દત માટે બંધ કરાયું

મંદિરમાં રોજ પૂજા અને ધાર્મિક વિધિ રાબેતા મુજબ જ ચાલું રહેશે: ભોજનાલય અને ઉતારા વ્યવસ્થા બંધ

મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરે માઝા મૂકી છે. કોરોનાના સંક્રમણના કેસો દિન પ્રતિદિન વધી રહ્યાં છે. 47 હજાર કોરોનાના નવા કેસો નોંધાયા છે જેના લીધે મહારાષ્ટ્ર સરકારે વીકેન્ડ લોકડાઉન લગાવી દીધું. અને કોવિડ-19 માટે નવી ગાઇડલાઇન અમલી બનાવી છે. મહારાષ્ટ્રમાં કોરોનાની ભયજનક સ્થિતિને ધ્યાનમાં લઇને શિરડી સાંઇબાબા મંદિર અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવામાં આવ્યું છે.

શિરડીના પ્રખ્યાત સાંઇબાબના અધિકારીએ મંદિર અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. શ્રી સાંઇબાબા મંદિર ટ્રસ્ટના કાર્યકારી અધિકારી રવિન્દ્ર ઠાકરેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારની નવી ગાઇડલાઇન મુજબ ધાર્મિક સ્થળ બંધ રાખવામાં આવશે તેથી શિરડી મંદિર પણ સોમવારથી બંધ કરાયું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે મંદિરમાં રોજ પૂજા અને ધાર્મિક વિધિ રાબેતા મુજબ જ ચાલું રહેશે,પરતું ભકતોને રોકાવવાનું અને ભોજનાલય બંધ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટજનક સ્થિતિ છે નવા 47 હજારથી વધુ કોરોના સંક્રમણના કેસો નોંધાયા છે અને જયારે 222ના કરોનાથી મૃત્યું પામ્યાં છે.

(2:01 pm IST)