Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

ભારતમાં Roche એન્ટીબોડી દવાને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી : કોરોના સામેના જંગમાં મહત્વની ભૂમિકા નિભાવશે

હવે આ કોકટેલ દવાનો ઉપયોગ કોરોના દર્દીઓની સારવારમાં થશે :આ પહેલા અમેરિકાના ડ્રગ રેગ્યુલેટર્સે પણ તેને ઈમરજન્સી મંજૂરી આપી હતી.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીની બીજી લહેરએ  હાહાકાર મચાવી દીધો છે. એક વર્ષ પહેલા આ બીમારી મનુષ્યોમાં સામે આવી હતી, પરંતુ અત્યાર સુધી કોઈ ચોક્કસ દવા મળી શકી નથી. સામાન્ય રીતે કોરોના વાયરસ મનુષ્યોના ફેફસા કે પછી કિડની જેવા ખાસ અંગોને પ્રભાવિત કરે છે. તેવામાં કેટલીક ખાસ એન્ટીબોડી દવાઓ દ્વારા આ સંક્રમણને રોકી શકાય છે, જેમાં Roche અને Regeneron તરફથી બનાવવામાં આવેલી કોકટેલ દવા Casirivima અને Imdevimab પણ સામેલ છે, જેને ભારતમાં ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. 

જાણકારી પ્રમાણે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન  (CDSCO) એ કોરોના મહામારીને જોતા આ એન્ટીબોડી ડ્રગના ડેટાનું નિરીક્ષણ કર્યું હતું. આ પહેલા અમેરિકાના ડ્રગ રેગ્યુલેટર્સે પણ તેને ઈમરજન્સી મંજૂરી આપી હતી. હવે ભારતમાં મંજૂરી મળ્યા બાદ તેને સરળતાથી આયાત કરી શકાશે. આ સાથે પ્રસિદ્ધ દવા કંપની Cipla લિમિટેડ Casirivima અને Imdevimab ના ડિસ્ટ્રીબ્યૂશનનું કામ ભારતમાં જોશે. 

(9:17 am IST)