Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

US-યુરોપમાં પહેલેથી જ થઈ રહ્યો છે ઉપયોગ

ભારતમાં પણ એન્ટિબોડી કોકટેલથી કોરોના દર્દીઓની સારવારઃમળી મંજૂરી

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને રોશ ઈન્ડિયાને આપી મંજૂરી : US, યુરોપમાં એન્ટિબોડી કોકટેલથી દર્દીઓની સારવારમાં ફાયદો થયો : કોકટેલનો ઉપયોગ હળવા, મધ્યમ લક્ષણોના દર્દીની સારવારમાં થાય છે

નવી દિલ્હી,તા.૬: દવા નિર્માતા રોશ ઈન્ડિયાએ બુધવારે કહ્યું હતું કે, રોશ પ્રાયોગિક એન્ટિબોડી કોકટેલનો ઉપયોગ કોરોનાના દર્દીઓની સારવાર કરવા માટે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) દ્વારા ઈમરજન્સી યુઝની મંજૂરી મળી ગઈ છે.

રોશ ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારમાં કાસિરીવિમ્બ અને ઈમદેવમ્બ એન્ટિબોડીના કોકટેલને ઉપયોગ કરવાની મંજૂરી અમેરિકામાં ઈયુઈ સુપરત કરેલા ડેટાના આધારે અને મેડિકલ પ્રોડકટ્સ પર યુરોપિયન યુનિયનની હ્યુમ પ્રોડકટ યુઝ કમિટીના વૈજ્ઞાનિકોના અભિપ્રાયના આધારે મળી છે.

કંપનીએ જણાવ્યું હતું કે, 'ઇમરજન્સી યુઝ ઓથોરિટી મળ્યા બાદ રોશ તેને વૈશ્વિક ઉત્પાદકો પાસેથી આયાત કરીને ભારતમાં વ્યૂહાત્મક ભાગીદાર સિપ્લા દ્વારા તેનું વિતરણ કરી શકે છે.'

કોરોના સ્ટડીમાં અપાઈ ચેતવણી, આવનારા સપ્તાહોમાં ભારતમાં થઈ શકે છે બે ગણા મોત કોકટેલ યુરોપ અને યુએસમાં પહેલેથી જ ઉપયોગમાં કોવિડ -૧૯ના હળવા અને મધ્યમ લક્ષણોવાળા દર્દીઓની સારવારમાં એન્ટિબોડી કોકટેલનો ઉપયોગ થાય છે. આ દવા યુએસ અને યુરોપમાં પહેલેથી જ હોસ્પિટલમાં દાખલ ન હોય તેવા દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાય છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સારવારમાં પણ આ ડ્રગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

(10:34 am IST)