Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

ચપટી વગાડતા જ કોરોનાની તપાસઃ રીલાયન્સે ઈઝરાયલ સાથે કરી સમજુતીઃ ત્યાંની ટીમને બોલાવવા મંજુરી માગી

રીલાયન્સે દોઢ કરોડ ડોલરમાં પ્રણાલી મેળવીઃ શ્વાસ થકી પરિક્ષણ કરી શકાશેઃ સફળતાનો દર ૯૫ ટકા : ઈઝરાયલની ટીમ ભારત આવી ભારતીય નિષ્ણાંતોને ટ્રેનીંગ આપી શકશેઃ સરકારની મંજુરીની રાહ

નવી દિલ્હી, તા. ૬ :. રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી.એ ઈઝરાયલના નિષ્ણાંતોની એક ટીમને ભારત આવવાની પરવાનગી આપવા માંગણી કરી છે. નિષ્ણાંતોની આ ટીમ કોવિડ-૧૯ની ત્વરીત ઓળખ ઉપકરણ ભારતમાં સ્થાપિત કરશે. રિલાયન્સે આ પ્રણાલીને ઈઝરાયલના એક સ્ટાર્ટઅપ પાસેથી દોઢ કરોડ ડોલરમાં મેળવેલ છે. કંપનીના સુત્રોએ જણાવ્યુ છે કે, બ્રેથ ઓફ હેલ્થના એક પ્રતિનિધિ મંડળને રિલાયન્સના આગ્રહ પર પહેલેથી ઈમરજન્સી મંજુરી આપવામાં આવેલ છે.

ઈઝરાયલની આ કંપની ભારતના નિષ્ણાંતોની ટીમને ભારતમાં આ પ્રણાલી અંગે તાલીમ આપશે. આ પ્રણાલી કોરોના વાયરસથી સંક્રમિત લોકો અને દર્દીઓ અંગે પ્રારંભિક સ્તર પર જ ઓળખ કરી દેશે. આ પ્રણાલી અમુક સેકન્ડમાં પરિણામ બતાવી દે છે.

હાલ ઈઝરાયલે પોતાના નાગરીકોને દુનિયાના સાત દેશોમાં જવાનો ઈન્કાર કર્યો છે. ભારત પણ આમા સામેલ છે.

રીલાયન્સ સમુહે જાન્યુઆરીમાં આ કંપની સાથે આ પ્રણાલીને લઈને સમજુતી કરી હતી. સમજુતી અનુસાર આ પ્રણાલી અનુસાર થતી રિલાયન્સ મોટાપાયે કોરોનાની તપાસ કરી શકશે. આનાથી ત્વરીત પરિણામો પણ મળશે. આ ઈઝરાયલની કંપનીએ શ્વાસ થકી પરિક્ષણની પ્રણાલી વિકસાવી છે. જેની સફળતાનો દર ૯૫ ટકાનો છે.

(3:48 pm IST)