Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

બીજેપી નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાની ધરપકડ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ : પંજાબ પોલીસની કાર્યવાહી પર ભાજપ આગેવાનોનો વિરોધ : રાજકીય વિરોધીઓને દબાવવાનો પ્રયાસ થઇ રહ્યો હોવાનો આક્ષેપ

ન્યુદિલ્હી : દિલ્હી બીજેપી નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાની પંજાબ પોલીસે આજરોજ શુક્રવારે ધરપકડ કરી હતી. આ ધરપકડને સમર્થન આપતા ભાજપના નેતાઓએ તેમના પર રાજકીય વિરોધીઓને દબાવવાનો આરોપ લગાવ્યો હતો.

દિલ્હી ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂર અને હરીશ ખુરાનાએ બગ્ગાની ધરપકડ પર આમ આદમી પાર્ટી (AAP) પર રાજકીય વિરોધીઓને દબાવવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના નેતાઓએ કહ્યું કે AAP બદલાની ભાવના સાથે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે રાજકીય વિરોધની સ્વતંત્રતા લોકશાહીનું મૂળ છે, પરંતુ કેજરીવાલે બગ્ગાની ધરપકડ કરીને લોકશાહીની હત્યા કરી છે. કપૂરે કહ્યું કે તજિન્દર બગ્ગા એક વ્યક્તિ નથી પરંતુ એક સિદ્ધાંત છે, પાર્ટી હંમેશા બગ્ગાની સાથે રહેશે. ભાજપે પંજાબમાં કેજરીવાલ દ્વારા સત્તાના દુરુપયોગની સખત નિંદા કરી.

પોલીસ કર્મચારીઓએ જણાવ્યું કે તજિંદરે અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી આપી છે. દિલ્હી પોલીસને આ ઘટના વિશે કોઈ જાણકારી નહોતી. હવે અહીં એક ડીસીપી આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે કાશ્મીરી પંડિતોના હિજરત પર બનેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ટિપ્પણી બાદ તેમની ટીકા કરવા બદલ તથા દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને ગુનાહિત ધાકધમકી બદલ AAP નેતાની ફરિયાદ બાદ પંજાબ પોલીસે બગ્ગા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:04 pm IST)