Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

વાવાઝોડુ બનશે કે નહિ તેનો અંદાજ ૨૪ કલાકમાં આવશે!

લો પ્રેશર સિસ્‍ટમ્‍સ વાવાઝોડામાં પરીવર્તીત થશે તો ૧૦મી આસપાસ ઓડિશા- પヘમિ બંગાળના દરિયાકાંઠેથી પસાર થશેઃ હવામાન ખાતુ

નવી દિલ્‍હીઃ હવામાન વિભાગના જણાવ્‍યા મુજબ સંભવિત  વાવાઝોડાના ટ્રેકની તસવીરો ૭ મે સુધીમાં ઉપલબ્‍ધ થશે. જો વાવાઝોડાની ગતિ ઓડિશા તરફ આગળ વધે છે, તો કેન્‍દ્રપારા, ભદ્રક, જાજપુર, બાલાસોર, મયુરભંજ અને કેઓંઝર જેવા જિલ્લાઓને ફટકો પડવાની શકયતા રહેશે.

ભુવનેશ્વરના હવામાનખાતાના જણાવ્‍યા અનુસાર આ સિસ્‍ટમ્‍સ અંગે આગામી ૨૪ કલાકમાં ચિત્ર વધુ સ્‍પષ્ટ થશે. વિવિધ હવામાનશાષાીય મોડેલો સૂચવે છે કે લો- પ્રેશર સિસ્‍ટમ્‍સ વાવાઝોડામાં પરીવર્તીત થશે અને ૧૦ મેની આસપાસ ઓડિશા-પヘમિ બંગાળના દરિયાકાંઠેથી પસાર થશે.

જો કે, હવામાન ખાતા  એ હજુ સુધી વાવાઝોડાના માર્ગ અથવા લેન્‍ડફોલનો અંદાજ આપ્‍યો નથી. હવામાન વિભાગે આગામી ત્રણથી ચાર દિવસમાં બિહાર, ઝારખંડ અને ઓડિશાના ભાગોમાં તોફાની પવન સાથે વરસાદની સંભાવના વ્‍યકત કરી છે. આગામી પાંચ દિવસ સુધી કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં આવી જ સ્‍થિતિ રહેશે. કેરળ, તમિલનાડુ અને પુડુચેરીના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે. આઈએમડીના જણાવ્‍યા અનુસાર, બંગાળની ખાડીમાંથી આવતા દક્ષિણ-પヘમિ પવનોના પ્રભાવને કારણે પૂર્વોત્તર ભારત, પヘમિ બંગાળ અને સિકિકમના મોટાભાગના ભાગોમાં વરસાદ સાથે વાવાઝોડા જેવી સ્‍થિતિ રહેશે. તે સિવાય, પヘમિી વિક્ષેપ અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજવાળા પવનોના પરિણામે પヘમિ હિમાલય વિસ્‍તારમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

(3:58 pm IST)