Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

એશિયન ગેમ્‍સ ૨૦૨૨ મુલત્‍વી

ચીનમાં કોરોનાના કહેરના લીધે

નવીદિલ્‍હીઃ ઓલિમ્‍પિક કાઉન્‍સિલ ઓફ એશિયાએ કહ્યું કે ચીનમાં ૧૦ થી ૨૫ સપ્‍ટેમ્‍બર દરમિયાન રમાનારી ૧૯મી એશિયન ગેમ્‍સ મોકૂફ રાખવામાં આવશે. નવી તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી.

એશિયન ગેમ્‍સ ૨૦૨૨ ચીનના હાંગઝોઉમાં ૧૦ થી ૨૫ સપ્‍ટેમ્‍બર દરમિયાન યોજાવાની હતી, પરંતુ ઓલિમ્‍પિક કાઉન્‍સિલ ઓફ એશિયાએ તેને ૨૦૨૩ સુધી મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. કોવિડ-૧૯ને કારણે તેને સ્‍થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. ચીનમાં છેલ્લા કેટલાક સમયથી કોવિડ-૧૯ મહામારીના ઘણા મામલા સામે આવ્‍યા છે, જેના કારણે અન્‍ય કેટલીક મોટી ઘટનાઓને સ્‍થગિત કરવી પડી છે.

(4:06 pm IST)