Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

લ્યો બોલો : કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ ભાજપ નેતા બગ્ગાની ધરપકડને ખોટી ગણાવી

સિદ્ધુએ કહ્યું કે બગ્ગા ભલે અલગ પાર્ટીના હોય પરંતુ કેજરીવાલ અને ભગવંત માન રાજકીય બદલો લેવાનું પાપ કરી રહ્યા છે.

નવી દિલ્હી :બીજેપી નેતા તજિન્દર બગ્ગાની ધરપકડને લઈને માત્ર ભાજપ જ નહીં પરંતુ કોંગ્રેસના નેતાઓ પણ અરવિંદ કેજરીવાલ અને પંજાબની ભગવંત માન સરકારને નિશાન બનાવી રહ્યા છે. શુક્રવારે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ બગ્ગાની ધરપકડને ખોટી ગણાવી હતી. તેમણે કહ્યું કે બગ્ગા ભલે અલગ પાર્ટીના હોય પરંતુ કેજરીવાલ અને ભગવંત માન રાજકીય બદલો લેવાનું પાપ કરી રહ્યા છે.

આ પહેલા બીજેપી નેતા તજિંદર પાલ બગ્ગાની ધરપકડને લઈને એક મોટું ડ્રામા સામે આવ્યું હતું. પહેલા પંજાબ પોલીસે બગ્ગાની તેના ઘરેથી ધરપકડ કરી અને જ્યારે તે તેની સાથે પંજાબ જવા લાગ્યો ત્યારે હરિયાણા પોલીસે રસ્તામાં પંજાબ પોલીસને રોકી હતી. ત્યારબાદ હરિયાણા પોલીસે બગ્ગાને દિલ્હી પોલીસને સોંપી દીધો. આ કેસમાં દિલ્હી પોલીસે દલીલ કરી હતી કે પંજાબ પોલીસે તેમને જાણ કર્યા વિના કાર્યવાહી કરી છે.

પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ બગ્ગાની ધરપકડને કેજરીવાલ અને ભગવંત માનનું પાપ ગણાવ્યું. સિદ્ધુએ ટ્વીટ કર્યું, “તજિન્દર બગ્ગા અલગ-અલગ પક્ષના હોઈ શકે છે, વૈચારિક મતભેદો હોઈ શકે છે. પરંતુ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનું પંજાબ પોલીસ દ્વારા અંગત એકાઉન્ટ્સ સેટલ કરવા માટે રાજકીય બદલો લેવો એ પાપ છે… પંજાબ પોલીસ તેનું રાજનીતિકરણ કરીને તેમની છબી ખરાબ કરવાનું બંધ કરે. ”

(7:44 pm IST)