Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

બંગાળમાં મમતાના ભત્રિજા અભિષેક બેનર્જીનું વધ્યું કદ :ટીએમસીના મહામંત્રી તરીકે નિમણૂક

અભિનેત્રી સાયોની ઘોષને તૃણમૂલ યુથ કોંગ્રેસનાં પ્રમુખની જવાબદારી:પીઢ નેતા કૃણાલ ઘોષને પાર્ટીના પ્રદેશ મહામંત્રી બનાવાયા

કોલકતા :  પશ્ચિમ બંગાળમાં રાજકીય વિવાદ વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તેમણે મોટો નિર્ણય લઈને તેમના ભત્રીજા અભિષેક બેનર્જીની ટીએમસીના મહામંત્રી તરીકે નિમણૂક કરી છે. જ્યારે અભિનેત્રી સાયોની ઘોષને તૃણમૂલ યુથ કોંગ્રેસનાં પ્રમુખની જવાબદારી મળી છે. જ્યારે પીઢ નેતા કૃણાલ ઘોષની પાર્ટીના પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે

અત્રે ઉલ્લેખનિય છે કે બંગાળ ચૂંટણી પ્રચાર વખતે લોકસભા સાંસદ અભિષેક બેનર્જીના બહાને વિપક્ષે મમતા બેનર્જી પર પરિવારવાદનો આરોપ લગાવ્યો હતો.પરંતુ હવે પાર્ટીએ ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદ અભિષેકને નવી જવાબદારી સોંપી છે.

અભિષેક બેનર્જી પહેલાં પાર્ટીનાં યુવા વિંગના અધ્યક્ષ હતા. પરંતુ 'એક નેતા એક પદ'ની પોલિસીને જોતા તેમણે યુવા વિંગના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. મહત્વનું છે કે અભિષેક બેનર્જીએ ચૂંટણી દરમિયાન ખુબ પ્રચાર કર્યો હતો અને પાર્ટીને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી

(12:41 am IST)