Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

દેશમાં કોરોના ધીમો પડ્યો : નવા 1.13. 898 કેસ નોંધાયા : વધુ 1.87.991 દર્દીઓ રિકવર થયા : વધુ 2669 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.46.772 થયો :એક્ટિવ કેસ ઘટીને 14.74.023 થયા : કુલ કેસની સંખ્યા 2.88.07.855 થઇ

સૌથી વધુ તામિલનાડુમાં 21.410 કેસ, કેરળમાં 17.328 કેસ,કર્ણાટકમાં 13.800 કેસ,મહારાષ્ટ્રમાં 13.659 કેસ, આંધ્રપ્રદેશમાં 10.373 કેસ,પશ્ચિમ બંગાળમાં 7682 કેસ,ઓરિસ્સામાં 7395 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા  છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  

દેશમાં કોરોનાનાં નવા 1.13.898 કેસ નોંધાયા છે. જ્યારે 1.87.991 દર્દીઓ રિકવર થયા છે  . દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 1.13.898 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 2669 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,46.772  થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 1.13.898 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 2,88.07.855 થઇ છે  એક્ટિવ સંખ્યા ઘટીને 14.74.023 થઇ છે છેલ્લા 24 કલાકમાં 1.87.991 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ  2,69.75.513 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ તામિલનાડુમાં 21.410 કેસ, કેરળમાં 17.328 કેસ,કર્ણાટકમાં 13.800 કેસ,મહારાષ્ટ્રમાં 13.659 કેસ, આંધ્રપ્રદેશમાં 10.373 કેસ,પશ્ચિમ બંગાળમાં 7682 કેસ,ઓરિસ્સામાં 7395 કેસ  નોંધાયા છે

(1:07 am IST)