Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

કોરોના કાળમાં વતન ગયેલા મજુરો ફરી રોજી મેળવવા ગુજરાત તરફ આવી રહ્યા છે

બિહાર-ઝારખંડથી મજુરો આવતા ટ્રેનોમાં ગીદી વધી

ઝારખંડ: ઝારખંડથી ગુજરાત આવનારી ટ્રેનોમાં હાલ વધી રહેલી ભીડથી અંદાજ લગાવી શકાય છે કે, વધારાની બે ટ્રેન ચલાવ્યા બાદ પણ ભીડ સંભાળવુ મુશ્કેલ બની રહ્યું છે. એક દિવસમાં ત્રણ ટ્રેન ગુજરાત આવી અને તે પણ ખીચોખીચ ભરીને. તેમ છતાં ઝારખંડથી ગુજરાત તરફ આવતી ટ્રેનોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો નથી. આ કારણે હવે ગુજરાતના ઉદ્યોગોમાં કાર્યરત મજૂરોનું આવવું થોડુ મુશ્કેલ બની રહ્યુ છે.

ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરા સહિત અનેક શહેરોમાં ઝારખંડ અને બિહારથી મોટી સંખ્યામાં કામદારો કામ કરે છે. કાપડની ફેક્ટરીથી લઈને સાડીઓની ફેક્ટરીમાં આ બંને રાજ્યોમાંના અનેક શ્રમિકો કામ કરે છે. કોરોનાના વધતા સંક્રમણ અને લોકડાઉનને કારણે એપ્રિલ-મે મહિનામાં જ્યાં મોટી સંખ્યામાં શ્રમિકોએ વતન વાપસી કરી હતી, તેઓ હવે ગુજરાતમાં પરત ફરી રહ્યાં છે. આ માટે રેલવેએ ધનબાદથી બે વધારાની ટ્રેનો દોડાવી છે. તેમાં એક અમદાવાદ-કોલકાત્તા અને બીજી સુરત મધુપુર સ્પેશિયલ ટ્રેન હતી. 29 મેના રોજ બંને ટ્રેનોએ છેલ્લો ફેરો લગાવ્યો હતો. તેના બાદ તેનો ફેરો વધારાયો નથી. બે ટ્રેનો બંધ હોવાને કારણે મુસાફરોની સમસ્યા વધી ગઈ છે.

(1:05 pm IST)