Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

ભારતની કોવેક્સિન કે રશિયાની સ્પૂતનિક-વી વૅક્સિન લેનારા લોકોને અમેરિકામાં રહેવું હોય તો ફરીથી બીજી કોઈ વૅક્સિનના ડોઝ લેવા પડશે કોવેક્સિન કે સ્પૂતનિકને માન્યતા મળી નથી: બંને દેશના હજારો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા

અમેરિકાએ ભારતની કોવેક્સિન કે રશિયાની સ્પૂતનિક-વી  વૅક્સિન લેનારા લોકોને ફરીથી બીજી કોઈ વૅક્સિનના ડોઝ લેવા માટે કહ્યું છે. અમેરિકામાં ભારત બાયોટેકની કોવેક્સિન અને રશિયાની કોરોના વિરોધી રસી સ્પૂતનિક-વીની રસી લેનારા વિદ્યાર્થીઓને ફરીથી વૅક્સિનેશન કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ પણ હાલ આ બન્ને વૅક્સિનના ઉપયોગને મંજૂરી નથી આપી.

અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ, અમેરિકામાં માર્ચથી લઈને અત્યાર સુધીમાં ૪૦૦ જેટલી કોલેજો અને યુનિવર્સિટી એવી જાહેરાત કરી ચૂક્યાં છે કે, શિયાળુ સત્રમાં સામેલ થવા માટે વિદ્યાર્થીઓને કોવિડ વૅક્સિનેશન કરાવવું ફરજિયાત છે. આ વૅક્સિનેશન WHO તરફથી મંજૂરી મળેલી વૅક્સિનથી જ થવું જોઈએ.

હવે આ આદેશ અમેરિકન શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવનારા એવા ભારતીય અને રશિયન વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીનું કારણ બની ગયો છે, જેમણે કોવેક્સિન કે પછી સ્પૂતનિક-વીની રસીના ડોઝ લીધા છે. વિદ્યાર્થીઓ બે અલગ-અલગ વૅક્સિન લગાવવા અને તેની સંભવિત આડઅસરને લઈને ચિંતામાં છે.

(1:11 pm IST)