Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

ગોવા પછી હરિયાણા સરકારે કેટલીક છૂટછાટો સાથે ૧૪ જૂન સુધી લોકડાઉન લંબાવી દીધું

હરિયાણા સરકારે રાજ્યમાં કોવિડ પ્રતિબંધોને ૧૪ જૂન સુધી લંબાવી દીધા છે.  મોલ, રેસ્ટોરાં, બાર અને ધાર્મિક સ્થળોને અમુક શરતો સાથે ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. આ  પહેલા ગોવામાં પણ ૧૪ જૂન સુધી લોકડાઉન  લંબાવવાની જાહેરાત થઈ ચૂકી છે. હિમાચલ પ્રદેશમાં પણ ૧૪ જૂન સુધી કોરોના કર્ફ્યુ લંબાવ્યો છે. વાહન વ્યવહાર સેવા અને શાળા કોલેજો પણ બંધ રહેશે.

(7:36 pm IST)