Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

ઈમેજ સુધારવા ભાજપનું કવાયત:વિવિધ મોરચાઓને મેદાન ઉતારવા આદેશ : લોકો સુધી પહોંચવા કાર્યકરોને આપ્યા ટાસ્ક

દિલ્હીમાં ભાજપની કાર્યકારિણીની બેઠકમાં બંગાળમાં થયેલી હારની સમીક્ષા : આગામી વિધાનસભાની ચૂંટણી અંગે મનોમંથન

નવી દિલ્હી : દિલ્હીમાં ભાજપના મોટા મોટા નેતાઓનો બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ અન્ય મોટા નેતાઓ સાથે પ્રધાનમંત્રી મોદી સાથે પણ મુલાકાત કરી હતી

વાયરસના કારણે હજારો પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સ્વાસ્થ્ય વ્યવસ્થાની પોલ ખોલી નાંખનાર મહામારીના કારણે ભારતમાં બેરોજગારી જેવી આર્થિક સમસ્યાઓ પણ ઊભી થઈ છે ત્યાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીને આ આખો કાળ ભારે સાબિત થઈ શકે છે. 2022માં દેશના છ રાજ્યોમાં ચૂંટણી થવાની છે. માનવામાં આવી રહ્યું છે કે આ ચૂંટણીઑ પરથી 2024ની લોકસભા ચૂંટણીનો અંદાજ આવી જશે ત્યારે દિલ્હીમાં ભાજપના મોટા મોટા નેતાઓનો બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ અન્ય મોટા નેતાઓ સાથે પ્રધાનમંત્રી મોદી સાથે પણ મુલાકાત કરી છે ત્યારે લોકો સુધી પહોંચવા માટે ભાજપ દ્વારા મોટો પ્લાન બનાવી નાંખવામાં આવ્યો છે.

ભાજપ દ્વારા લોકો સુધી પહોંચવા માટે કાર્યકર્તાઓને ટાસ્ક આપવામાં આવ્યા છે. જે અનુસાર મહિલાઓ, ખેડૂતો અને ગરીબ તથા આદિવાસીઓ સુધી ભાજપના કાર્યકરો પહોંચશે અને તેમના સુધી કેન્દ્ર સરકારની યોજનાઓની માહિતી પણ આપશે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ કેન્દ્ર સરકારની યોજનાને લોકો સુધી પહોંચાડવા માટે પાર્ટીના કાર્યકાર્તાઓને આદેશ કર્યા છે. ભાજપના વિવિધ મોરચાઓને આ માટે મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે જેમાં મહિલા મોરચાને મહિલાઓને લગતી યોજનાઓ દ્વારા ST મોરચાને વન ધન યોજના લોકો સુધી પહોંચાડવા આદેશ આપવામાં આવ્યા છે.

આ સિવાય કિસાન મોરચાને ખેડૂતોને લગતી યોજનાઓ વિશે માહિતગાર કરવા લહેવામાં આવ્યું છે. આળતું જ નહીં દેશમાં કોરોના વાયરસના કારણે ઊભી થયેલી પરિસ્થિતિને જોત એક લાખ હેલ્થ વૉલંટિયર્સ તૈયાર કરવાનું પણ એલાન કરી દેવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ભાજપના જુદા જુદા મોરચાઓને જુદા જુદા ટાસ્ક આપી દેવમાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે પાર્ટીમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. 
દિલ્હીમાં ભાજપની કાર્યકારિણીની બેઠકમાં બંગાળમાં થયેલી હારની સમીક્ષા કરવામાં આવી અને તેના કારણો પણ શોધવામાં આવ્યા. જ્યારે આગામી ચૂંટણીમાં પાર્ટીની રણનીતિ તથા જે તે રાજ્યમાં ભાજપનો ચહેરો કોણ રહેશે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે ત્યારે લોકો સુધી પહોંચવાનો ભાજપનો નિર્ણય તેમને ચૂંટણીમાં મદદરૂપ થાય છે કે નહીં તે આગામી સમયમાં જોવા મળશે.

(9:57 pm IST)