Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

મામૂલી ઝઘડો થયા બાદ મોટા ભાઈએ નાનાભાઈના કપાળ પર બે ગોળી મારી દીધી : ફેસબુક લાઈવ કર્યું

પંચકૂલામાં હ્રદયસ્પર્શી ઘટના: ચંડીમંદિરના ગામ ચૂના ભઠ્ઠીનો બનાવ : લાઈવમાં કહ્યું જો તેની પાસે વધારે ગોળીઓ હોત તો તે પોતાને પણ ગોળી મારી લેત. જો તેને કાલે ફાંસી આપવામાં આવે તો તેને કોઈ ડર નથી

પંચકુલા :મામૂલી ઝઘડો થયા બાદ મોટા ભાઈએ નાના ભાઈના કપાળ પર બે ગોળી મારી દીધી. આ પછી તડપતા ભાઈ સાથે ફેસબુક લાઈવ કર્યું અને કહ્યું કે તેણે તેના ભાઈને ગોળી મારી દીધી છે. પંચકૂલામાં આ હ્રદયસ્પર્શી ઘટના બની છે. પોલીસે આ બનાવના આરોપી મોટા ભાઈ સતનામને કસ્ટડીમાં લીધો છે.

આ કિસ્સો ચંડીમંદિરના ગામ ચૂના ભઠ્ઠીનો છે. અહીં બે ભાઇઓ વચ્ચે નાનો એવો વિવાદ થયો હતો. આ પછી મોટા ભાઈ સતનામે 12 બોરની બંદૂકથી તેના નાના ભાઈ અજિતના માથામાં બે ગોળી ચલાવી હતી. પછી તેણે તેના તડપતા ભાઈની બાજુમાં ફેસબુક લાઈવ કર્યું. આ ફેસબુક લાઇવમાં તેણે કહ્યું હતું કે, જો તેની પાસે વધારે ગોળીઓ હોત તો તે પોતાને પણ ગોળી મારી લેત.

તેણે પોતાના ફેસબુક લાઇવમાં એમ પણ કહ્યું છે કે તેણે તેના ભાઈને ગોળી મારી દીધી છે અને જો તેને કાલે ફાંસી આપવામાં આવે તો તેને કોઈ ડર નથી.

આ કેસમાં પોલીસે આરોપી સતનામને કસ્ટડીમાં લઇ લીધો છે અને તેની પૂછપરછ કરી રહી છે. મૃતક અજિતનો મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ સંબંધીઓને સોંપાયો છે. પોલીસે આઈપીસીની કલમ 302 હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

(10:02 pm IST)