Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

હવાઈયાત્રા કરનારા મુસાફરોએ રસીના બન્ને ડોઝ લીધા હોય તો RTPCR ટેસ્ટમાંથી મળી શકે મુક્તિ

રસીના બંને ડોઝ લેનારને RTPCR પરીક્ષણ વિના હવાઇ મુસાફરીની મંજૂરી આપવા વિચારણા

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર ડોમેસ્ટિક હવાઈ યાત્રાને વધુ સરળ બનાવવ જઈ રહી છે. કેન્દ્ર સરકારે ડોમેસ્ટિક હવાઈ યાત્રા કરવાવાળા મુસાફરો માટે રસીના બંને ડોઝ લીધા હોય તેવા મુસાફરોને ફરજિયાત RTPCR રિપોર્ટથી મુક્તિ આપવામાટે વિચારણા કરી રહી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ આ માહિતી આપી છે.

તેમણે કહ્યું, “આરોગ્ય વિભાગ સહિત અનેક મંત્રાલયો અને હોદ્દેદારોની સંયુક્ત ટીમ, રસીના બંને ડોઝ પ્રાપ્ત કરનારાઓને RTPCR પરીક્ષણ વિના હવાઇ મુસાફરીની મંજૂરી આપવાનો અંતિમ નિર્ણય લેવાની વિચારણામાં છે. તેમણે કહ્યું કે આ નિર્ણય એકલા એમ.સી.એ. જ નહીં લેશે, સરકાર સાથે કાર્યરત આરોગ્ય નિષ્ણાતો સહિત નોડલ એજન્સીઓ પણ મુસાફરોના હિતમાં નિર્ણય લેવામાં ફાળો આપશે

 

હાલમાં, સ્થાનિક મુસાફરોને ફરજિયાતપણે અમુક એવા રાજ્યોમાં પ્રવાસ કરતા પહેલા નેગેટીવ RTPCR રીપોર્ટ સબમિટ કરવાનું કહેવામાં આવે છે જ્યાં સક્રિય કોરોના કેસ હજી વધુ છે. પુરીએ કહ્યું, “આરોગ્ય એ રાજ્યનો વિષય છે. રાજ્યમાં પ્રવેશતા પહેલા મુસાફરો પાસેથી નેગેટીવ RTPCR રિપોર્ટ માંગવા તે ચોક્કસ રાજ્યનો અધિકાર છે.”

દરમિયાન, આંતરરાષ્ટ્રીય સ્તરે મુસાફરી કરનારા મુસાફરો માટે ‘રસી પાસપોર્ટ’ ની કલ્પનાને પણ ધ્યાનમાં લેવામાં આવી રહી છે, જેના પર ભારતે વાંધો ઉઠાવ્યો છે અને તેને “ભેદભાવયુક્ત વિચાર” ગણાવ્યો હતો.

આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનએ જી7 દેશોની બેઠકમાં કહ્યું કે, “રોગચાળાના આ તબક્કે ભારતે ‘રસી પાસપોર્ટ’ નો સખત વિરોધ વ્યક્ત કર્યો હતો. વિકસિત દેશોની તુલનાએ વિકાસશીલ દેશોમાં વસ્તીના ટકાવારી રૂપે રસી કવરેજ ઓછું છે.” આવી પહેલ અત્યંત ભેદભાવપૂર્ણ સાબિત થઈ શકે છે

(11:30 pm IST)