Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

નીટ અને જેઇઇની પરીક્ષા રદ નહીં થાય : આગામી સપ્તાહે પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવાની શક્યતા

આ પ્રતિષ્ઠિત સ્પર્ધાત્મક પરિક્ષાઓની પસંદગી કરવી યોગ્ય નથી

નવી દિલ્હી : સીબીએસઇ બોર્ડ દ્વારા પરીક્ષા રદ કર્યા બાદ નીટ અને જેઇઇ જેવી સ્પર્ધાત્મક પરીક્ષા રદ કરવા દબાણ વધ્યું છે, આ પરિસ્થિતિ બાદ કેન્દ્રીય શિક્ષા વિભાગે સાફ સંકેત કરી દીધા હતા કે હવે નીટ અને જેઇઇની પરીક્ષા રદ થશે નહી. કોરોનાની સ્થિતિ સામાન્ય થતાં જ તરત પરીક્ષા લેવામાં આવશે,એનટીએ આગામી સપ્તાહમાં નીટ અને જેઇઇની પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવાના સંકેત આપ્યાં છે.

શિક્ષા મંત્રાલય અને એનટીએથી જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર નીટ અને જેઇઇ પરિક્ષા સંબધિત મામલે પીએમઓ એ પણ મંજૂરી આપી છે. મંત્રાલયે સ્વીકાર્યુ છે કે દેશના અધિકતમ રાજ્યોએ બોર્ડની પરીક્ષા રદ કરી છ. આંતરીક મૂલ્યાંકન આધારે રીઝલ્ટઆપવામાં આવશે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધાત્મક પરિક્ષાઓની પસંદગી કરવી યોગ્ય નથી.

જેનાથી અનેક પ્રશ્ન ઉદભવી શકે છે. હાલમાં દેશની પરિસ્થિતિ કોરોનાના લીધે હવે સારી થઇ રહી છે દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે અને રીકવરીના કેસોમાં વધારો થઇ રહ્યો છે. જેના લીધે મંત્રાલય ઉત્સાહિત છે

મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોના અનુસાર,આ વર્ષથી જ મધ્ય યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે સૂચિત સંયુક્ત પ્રવેશ પરીક્ષા યોજવાની તૈયારી ચાલી રહી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં તેની ભલામણ કરવામાં આવી હતી. મંત્રાલયે નવા શૈક્ષણિક સત્રથી આ ભલામણને લાગુ કરવાની પણ જાહેરાત પણ કરી હતી.પરતું કોરોનાની બીજી લહેર આવતા તે કામ પ્રભાવિત થયપં હતું પરતું સ્થિતિ સામાન્ય થશે તો આ નીતિનો અમલ પણ વહેલી તકે કરવામા આવશે જેનાથી વિધાર્થીઓને લાભ થશે.

(11:39 pm IST)