Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

દેશમાં જલ્દી આવશે વધુ ચાર વેક્સિન : ઝાયડસ કેડિલા, બાયોલોજિકલ-ઇ, નોવાવેક્સ અને જેનોકા રસીની તૈયારી

સરકારને સપ્ટેમ્બરમાં 20 કરોડ રસી ડોઝ અને ઓક્ટોબરમાં 25 કરોડની અપેક્ષા

નવી દિલ્હી : કોરોના વેક્સીન માટે વિશેષ અભિયાન ચાવવા સાથે ત્રીજી લહેર પહેલા લોકોનું વેક્સિનેશન કરવા સતત પ્રયાસ વચ્ચે સરકાર વધુ ચાર રસીઓની અપેક્ષા રાખી રહી છે-ઝાયડસ કેડિલા, બાયોલોજિકલ-ઇ, નોવાવેક્સ અને જેનોકા સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં આવશે તેવી  , ટોચના સૂત્રોએ માહિતી આપી હતી. તેઓએ ઉમેર્યું કે સરકાર સપ્ટેમ્બરમાં 20 કરોડ રસી ડોઝ અને ઓક્ટોબરમાં 25 કરોડની અપેક્ષા રાખી રહી હતી. દેશમાં કોવાક્સિનનો પુરવઠો પણ વધવાનો છે, અને સંભવ છે કે રસી 15 ઓગસ્ટ સુધીમાં વિશ્વ સંગઠનની મંજૂરી મેળવે.

(12:00 am IST)