Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેની PET રિસાયકલિંગ ક્ષમતાને બમણી કરી

સરકયુલર ઇકોનોમીને વિસ્તારવાની રિલાયન્સની પ્રતિબધ્ધતાને આ પગલુ વધુ મજબૂત બનાવશે અને PETની વેલ્યૂ ચેઇનને પણ સશકય બનાવશે : દેશમાં સરકયુલર ઇકોનોમીને વધુ મજબૂત બનાવવા રિલાયન્સ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન પુરૃં પાડશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૬ : ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી વિશાળ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે આંધ્ર પ્રદેશમાં રિસાયકલ્ડ પોલીએસ્ટર સ્ટેપલ ફાઇબર (PSF) મેન્યુફેકચરિંગ ફેસિલિટી સ્થાપીને PET રિસાયકલિંગ ક્ષમતાને બમણી કરી દીધી છે. આ પગલું ઉદ્યોગજગતને સકર્યુલર ઇકોનોમી તરફ આગળ ધપાવવા, સસ્ટેનેબિલિટીને વધારવા અને સમગ્ર પોલિયેસ્ટર અને પોલિમર વેલ્યુ ચેઇનને વિસ્તારવાની રિલાયન્સની પ્રતિબધ્ધતાનો ભાગ છે. 

આ સાહસના ભાગરૂપે, શ્રીચક્ર ઇકોટેકસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આંધ્ર પ્રદેશમાં નવી રિસાયકલ પીએસએફ – રેક્રોન ગ્રીનગોલ્ડ અને પેટ ફલેકસ વોશ-લાઇન ફેસિલિટી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વતી ઓપરેટ કરશે.

PETની રિલાયકલિંગ ક્ષમતા બમણી કરીને પાંચ બિલિયન પોસ્ટ-કન્ઝયુમર પેટ બોટલ્સ સુધી લઈ જવાની પહેલ ભારતના રિસાયકલિંગ રેટને ૯૦ ટકા સુધી પહોંચાડવામાં મદદ કરશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતની પોસ્ટ-કન્ઝયુમર પેટ રિસાયકલિંગ ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે જે હાલ પણ વિશ્વમાં સૌથી વધુ છે.

ગ્રાહકોએ ઉપયોગમાં લઈ લીધેલા પેકેજિંગ મટિરિયલનો કચરામાં નિકાલ કરવાના બદલે સમગ્ર દેશમાં કચરામાંથી સંપત્તિનું સર્જન કરવા માટેની રિસાયકલિંગ ફેસિલિટી વિકસાવવા માટે PET ઉદ્યોગસાહસિકોને સશકત બનાવશે. આ માટે PET અનેક પહેલ કરી ચૂકયું છે જેમાં પોલીમર, ટેકસ્ટાઇલ અને ફેશન ઉદ્યોગમાં કચરાને પુનઃ ઉત્પાદન શ્રૃંખલામાં જોડવાની સરકયુલારિટી તથા સસ્ટેનેબિલિટીનો અભિગમ વિકસાવવા ભારતમાં લેકમે ફેશન વીક તથા ધ યુનાઇટેડ નેશન્સ સાથે મળીને ફેશન ફોર અર્થ કાર્યક્રમ શરૂ કર્યો છે, ઉપરાંત તેમાં હબ એકસલન્સ પ્રોગ્રામ અને સરકયુલર ડિઝાઇન ચેલેન્જનો સમાવેશ થાય છે.

આ પહેલ અંગે ટિપ્પણી કરતાં PETના પેટ્રોકેમિકલ્સ બિઝનેસના સીઓઓ શ્રી વિપુલ શાહે જણાવ્યું હતું કે, 'PET રિસાયકલિંગ ક્ષમતાનો વિસ્તાર અમારા પરંપરાગત બિઝનેસને સસ્ટેનેબલ, સરકયુલર અને નેટ ઝીરો કાર્બન મટિરિયલ બિઝનેસ બનાવવાના તથા સમગ્ર વેલ્યૂ ચેઇનમાં જોખમ ઉઠાવવા માટે ઉદ્યોગસાહસિકોને મદદ કરવાના શ્રી મુકેશ અંબાણીના વિઝનનો એક ભાગ છે. સમગ્ર વેલ્યૂ ચેઇનના વિકાસ અને સૌથી ઓછા ખર્ચે શ્રેષ્ઠ ગુણવત્તાનું ઉત્પાદન કરવાની તેની કુશળતા તથા ટેકિનકલ જ્ઞાનને ઉદ્યોગસાહસિકો સાથે વહેંચવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રતિબદ્ઘ છે. શ્રીચક્ર ફેસિલિટીમાં આ બિઝનેસના વિકાસ માટે તમામ મદદ કરવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કરાર કર્યા છે.'

PET સાથે થયેલી ભાગીદારી અંગે આનંદ વ્યકત કરતાં શ્રીચક્ર ઇકોટેકસ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેકટર શ્રી શ્રીનિવાસ મિક્કિલિનેનીએ જણાવ્યું હતું કે 'આર.આઇ.એલ. સાથેના કરારથી રિસાયકલ્ડ પોલીએસ્ટર સ્ટેપલ ફાઇબરના બજારમાં શ્રીચક્રને પોતાની હાજરી વિસ્તારવાની ઉત્ત્।મ તક મળશે. આ સહભાગિતાથી પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઘટાડવાની શ્રીચક્રની પ્રતિબદ્ઘતા વધુ મજબૂત બનશે તથા ભારતમાં પ્લાસ્ટિક વેસ્ટને સરકયુલર ઇકોનોમીમાં સમાવવા માટે બંને સંસ્થાનો માટે અનુકૂળતા પણ ઊભી થશે. આર.આઇ.એલ.ની આ ઉદ્યોગમાં કુશળતા, ટેકિનકલ જ્ઞાન, અને આ વેપારની નિશ્ચિતતાઓના કારણે શ્રીચક્રને આર.આઇ.એલ. ના ગ્રીનગોલ્ડ પોર્ટફોલિયોમાં સંશોધન કરવાની તથા ઉચ્ચ ગુણવત્ત્।ાના નવીન ઉત્પાદનો તૈયાર કરવાની અનુકૂળતા ઊભી કરી આપશે.

આર.આઇ.એલ. હાલ તેની બારાબંકી, હોશિયારપુર અને નાગોથાણે પ્લાન્ટ ખાતે પેટ બોટલ્સ રિસાયકલ કરે છે. ગ્રાહકોએ ઉપયોગ કરી લીધા પછીની પેટ બોટલ્સ રિ-સાયકલ્ડ પોલીએસ્ટર ફાઇબર બનાવવામાં કાચા માલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા ઉત્પાદિત કરવામાં આવેલા ફાઇબરને રેક્રોન ગ્રીનગોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે તથા PET તેના હબ એકસલન્સ પાર્ટનર્સ (HEP) કે જે પસંદગીના ઉત્પાદન એકમો હોય છે ત્યાં તેનું ઉત્પાદન કરાવે છે જેને R | Elan GreenGold fabrics તરીકે ઓળખાય છે જેની વિશ્વના સૌથી શ્રેષ્ઠ ફેબ્રિકસમાં ગણના થાય છે.

હાલ, આર.આઇ.એલ. દર વર્ષે ૨ બિલિયન પોસ્ટ-કન્ઝયુમર પેટ બોટલ્સને ફાઇબરમાં પરિવર્તિત કરે છે. શ્રીચક્ર ખાતે ઉત્પાદન શરૂ થતાં PETની પેટ બોટલ્સને મૂલ્યવર્ધિત ફાઇબરમાં પરિવર્તિત કરવાની ક્ષમતા ૫ બિલિયન યુઝડ પેટ બોટલ્સ સુધી પહોંચશે.

(12:49 pm IST)