Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

રોલ્સ રોય ઈમ્પોર્ટ કર્યા બાદ ટેકસ પર છૂટ માંગતા, સુપર સ્ટાર ધનુષને કોર્ટની ફટકાર

સામાન્ય દૂધ વેચનાર અને સામાન્ય મજૂર વ્યકિત પણ કોઈપણ ચીજ વસ્તુ કે પેટ્રોલ ખરીદતી વખતે ટેકસ ભરે છે અને જવાબદાર નાગરિક તરીકે તમારે ટેકસ ભરી દેવો જોઈએ

નવી દિલ્હી, તા.૬: ફિલ્મી સિતારાઓ કરોડો રૂપિયાની કમાણી કરે છે અને તેમની લેવિસ લાઈફસ્ટાઈલ માટે તે રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. પરંતુ, અવારનવાર તેઓ ટેકસ ચોરી કે ટેકસથી બચવા માટે અલગ-અલગ રસ્તા શોધે છે. અહીં વાત, સાઉથ સુપર સ્ટાર અને રજનીકાંતના જમાઈ ધનુષની છે. ધનુષે વર્ષ ૨૦૧૫ માં ઈંગ્લેન્ડથી રોલ્સ રોય કાર ઈમ્પોર્ટ કરી હતી અને કારના રજીસ્ટ્રેશન માટે આરટીઓ દ્વારા તેને ૧૪ દિવસમાં  ઈં  ૬૦.૬૦ લાખના ટેકસ રકમની માંગણી કરવામાં આવી હતી.

આ બાદ, ધનુષ આ ઓર્ડર સામે વર્ષ ૨૦૧૮ માં કોર્ટમાં ગયો હતો અને ડીસ્ટ્રીકટ કોર્ટ દ્વારા તેને આ ટેકસમાં ૫૦ ્રુ માફી આપવામાં આવી હતી અને તેને ઈં  ૩૦.૩૦ લાખ ભરીને કાર રજીસ્ટર કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ પછી પણ ધનુષે ટેકસ ભરવાની જીદ ન છોડતા તેણે મદ્રાસ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને આ કેસની સુનવણી માટે અરજી કરી હતી.

મદ્રાસ હાઈકોર્ટે ગુરુવારે અભિનેતા ધનુષની તેની અગાઉની અરજી પર ટીકા કરી હતી જેમાં તેણે તેની ઈમ્પોર્ટ કરેલી રોલ્સ રોયસ પર એન્ટ્રી ટેકસમાંથી મુકિતની માંગ કરી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે, સામાન્ય દૂધ વેચનાર અને સામાન્ય મજૂર વ્યકિત પણ કોઈપણ ચીજ વસ્તુ કે પેટ્રોલ ખરીદતી વખતે ટેકસ ભરે છે અને જવાબદાર નાગરિક તરીકે તમારે ટેકસ ભરી દેવો જોઈએ. મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશે ધનુષને ૪૮ કલાકની અંદર ઈં  ૩૦.૩૦ લાખ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.

(3:18 pm IST)