Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

પરમાણુ બોમ્બ હુમલાની ૭૬મી વર્ષગાંઠ પર જાપાનના પીએમ યોશિહિદે સુગાએ ભાષણ દરમિયાન કરી ભૂલઃ માફી માંગી

ભાષણનું એક પાનું છોડી દેવાયેલઃ જેમાં જાપાન એકમાત્ર એવો દેશ છે, જેણે પરમાણુ બોમ્બ બ્લાસ્ટનો સામનો કર્યો છે તેવો ઉલ્લેખ હતો

ટોક્યો, તા.૬: જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગાએ પરમાણુ બોમ્બ બ્લાસ્ટની વર્ષગાંઠ દરમિયાન થયેલી ભૂલને લઈને માફી માગી છે. યોશિહિદે સુગાએ જાપાનમાં ૭૬ વર્ષ પહેલા થયેલા પરમાણુ બોમ્બ બ્લાસ્ટની વર્ષગાંઠ પર હિરોશિમામાં આયોજિત સમારોહમાં ભાષણના કેટલાક ભાગને છોડી દીધો હતો, જેનુ આયોજન વિસ્ફોટમાં મૃત્યુ પામેલાની યાદમાં કરવા માટે દર વર્ષે કરવામાં આવે છે. આને લઈને હવે તેમણે માફી માગી છે.

મીડિયા રિપોર્ટસમાં કહેવામાં આવ્યુ છે કે પીએમ યોશિહિદે સુગાએ એક પેજને છોડી દીધો હતો અને આ ભૂલ પર ધ્યાન આપવામાં આવ્યુ, કેમ કે સાર્વજનિક પ્રસારક એનએચકેએ સમારોહમાં તેમના ભાષણ દરમિયાન સબટાઈટલ બતાવવાનુ બંધ કરી દેવાયુ હતુ.

સમારોહ બાદ આયોજિત એક સંવાદદાતા સંમેલનમાં યોશિહિદે સુગાએ કહ્યુ, હુ આ અવસર પર સમારોહમાં પોતાના ભાષણના કેટલાક ભાગને છોડી દેવા માટે માફી માગુ છુ.  છોડવામાં આવેલા ભાગોમા એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે જાપાન એકમાત્ર એવો દેશ છે, જેણે પરમાણુ બોમ્બ બ્લાસ્ટનો સામનો કર્યો છે.

આજથી ૭૬ વર્ષ પહેલા ૬ ઓગસ્ટ ૧૯૪૫એ અમેરિકાએ જાપાનના હિરોશિમા શહેર પર દુનિયાનો પહેલો પરમાણુ બોમ્બ હુમલો કર્યો હતો. જેના ત્રણ દિવસ બાદ જાપાનના જ નાગાસાકી શહેર પર બીજો પરમાણુ બોમ્બ હુમલો કર્યો હતો. જે બાદ બંને શહેર લગભગ સમગ્ર રીતે તબાહ થઈ ગયો હતો અને રિપોર્ટ અનુસાર, દોઢ લાખથી વધારે લોકોના જીવ ચાલ્યા ગયા હતા. આ સિવાય જે હુમલામાં બચી ગયા હતા તે અપંગતાનો શિકાર થઈ ગયા.

(3:58 pm IST)