Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટિલ સાથે મુલાકાત રાજ ઠાકરેના આપ્યો સંકેત : ઉત્તર ભારતીઓ માટે મનમાં કોઈ પણ દ્વેષ રાગ નથી.

રાજ ઠાકરે અને ચંદ્રકાંત પાટિલની મુલાકાત બાદ અટકળોને વધુ પકડવાળો વેગ મળ્યો

મુંબઈ :  ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટિલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનના પ્રમુખ રાજ ઠાકરે સાથે મુંબઈમાં મુલાકાત કરી હતી. આ બંને નેતાઓની મુલાકાતથી રાજકારણ એકદમ ગરમાયું છે. હવે આ અટકળોને વધુ પકડવાળો વેગ મળ્યો છે.

 રાજ ઠાકરે અને ચંદ્રકાંત પાટિલની મુલાકાત બાદ BJP અને MNSએ ઘણા મોટા સંકેતો આપ્યા છે. આ મુલાકાત બાદ ચંદ્રકાંત પાટિલે જણાવ્યું કે રાજ ઠાકરેના કહ્યા મુજબ તેમના મનમાં ઉત્તર ભારતીઓ માટે મનમા કોઈ પણ દ્વેષ રાગ નથી. તેમણે તે પણ કહ્યું કે રાજ ઠાકરે હિન્દુત્વના મુદ્દે ઘણા આકર્ષક થશે.

  ચંદ્રકાંત પાટિલે કહ્યું કે મારી રાજઠાકરે સાથે મુલાકાત થઈ. તેમણે મને ચા પર ઘરે બોલાવ્યો હતો. આ દરમિયાન રાજનીતીણી પણ વાતો થઈ. પણ BJPએ આ માત્ર એક સામન્ય મુલાકાત હોવાનું કહી આ વાત પર વિરામ મૂકી દીધું છે. તમને જણાવી દઈએ કે મુંબઈ નગર નિગમ ચૂંટણી આવતા વર્ષે થવાની છે અને આ માટે જ BJP અને MNS ગઠબંધન કરી શકે છે. કેટલાક દિવસો પહેલા જ આ બંને પાર્ટીઓના નેતા એકબીજાને મળ્યા હતા.

શુક્રવારે આ બંને નેતાઓ વચ્ચે લગભગ 1 કલાક સુધી વાત ચાલી હતી. આ બેઠકમાં રાજ ઠાકરે સહિત MNSના ઘણા નેતાઓ પણ હાજર રહ્યા હતા. એવામાં અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે ભાજપ અને MNS વચ્ચે ગઠબંધન થઈ શકે તેમ છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 15 દિવસમાં રાજ ઠાકરે અને ચંદ્રકાંત પાટિલની આ બીજી મુલાકાત છે. જેને લઈ હવે રાજકારણમાં ઘણી વાતો ચાલી રહી છે. સૂત્રોના કહ્યા મુજબ રાજ ઠાકરે સાથે BJP મુંબઈ અને પૂણે મહાનગર પાલિકાની ચૂંટણીને લઈ વાતચીત ચાલી રહી છે.

(9:00 pm IST)