Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ઈંગ્લેન્ડ સામે 95 રનની મજબૂત લીડ :278 રનમાં ભારત ઓલઆઉટ: રાહુલ-જાડેજાએ ફીફટી ફટકારી

કેએલ રાહુલે 214 બોલમાં 84 રન અને જાડેજાએ 86 બોલમાં 56 રન કર્યા:ઓલી રોબિન્સનની 5 વિકેટ ઝડપી : બુમરાહે 3 ચોગ્ગા અને 1 સિક્સર લગાવી 34 બોલમાં 28 રન કર્યા

મુંબઈ : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત રમાઈ રહી છે. બીજા દિવસની રમતમાં વરસાદે વિક્ષેપ સર્જ્યા બાદ પ્રથમ સેશનની શરુઆતે જ વરસાદે રમતનો સમય ખરાબ કર્યો હતો. ભારતીય ટીમે 4 વિકેટે 125 રનના સ્કોર સાથેની રમતને આજે આગળ વધારી હતી. ઈંગ્લેન્ડ પર ભારતે મજબૂત લીડ મેળવી લીધી હતી. ભારતીય ટીમ 278 રન પર સમેટાઈ હતી. આમ ત્રીજા દિવસે ઈંગ્લેન્ડ પર ભારતે મજબૂત સ્થિતી મેળવી હતી.

ભારતીય ઓપનર કેએલ રાહુલ અને ઋષભ પંત બંનેએ રમતની શરુઆત કરી હતી. પંતે ચોગ્ગા અને છગ્ગા સાથે ઝડપથી રમત રમવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પંત 25 રનની રમત 20 બોલમાં રમીને પેવેલિયન પરત ફર્યો હતો.

જોકે કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાએ  શાનદાર ભાગીદારી રમત રમી હતી અને ઈંગ્લેન્ડના સ્કોરના પાર કરતી રમત રમી હતી. જોકે રાહુલ 84 રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. આ પહેલા જ તેને જીવનદાન મળ્યુ હતુ. પરંતુ ત્યારબાદ તે વધારે લાંબો સમય ક્રિઝ પર રહી શક્યો નહીં.

કેએલ રાહુલે 214 બોલમાં 84 રનની રમત રમી હતી. રાહુલની રમતને લઈને શતકની આશા વર્તાઈ રહી હતી. શાર્દૂલ ઠાકુર ત્યારબાદ રમતમાં આવ્યો હતો. જે શૂન્ય રને જ આઉટ થઈ પેવેલિયન પરત ફર્યો હતો. રવિન્દ્ર જાડેજાએ ભારતની લીડને આગળ વધારતી રમત રમી હતી. તેણે અર્ધશતકીય રમત રમી હતી. મહંમદ શામીએ તેને સારો સાથ પુરાવ્યો હતો.

 

રવિન્દ્ર જાડેજાએ યોગ્ય સમયે શાનદાર ઈનીંગ રમી હતી. તેણે 86 બોલમાં 56 રન જાડેજાએ કર્યા હતા. આ દરમ્યાન તેણે 1 સિક્સ અને 8 ચોગ્ગા લગાવ્યા હતા. મહંમદ શામી 20 બોલમાં 13 રન કરીને આઉટ થયો હતો. ત્યારબાદ જસપ્રિત બુમરાહે ચોગ્ગા અને છગ્ગા લગાવીને ઈંગ્લીશ બોલરોને પરેશાન કરી દીધા હતા. બુમરાહે અંતિમ વિકેટની ભાગીદારી રમત 30 રનથી વધુની રમી હતી. બુમરાહે 3 ચોગ્ગા અને 1 સિક્સર લગાવી 34 બોલમાં 28 રન કર્યા હતા. મહંમદ સિરાજ 8 બોલમાં 7 રન કરીને અણનમ રહ્યો હતો.

 

ઈંગ્લીશ બોલરોએ ગઈકાલે ભારતની એક બાદ એક ચાર વિકેટ મેળવી હતી. બાદમાં આજે ફરી એકવાર ભારતીય બેટસમેનો પર દબાણ સર્જવાનો પ્રયાસ કર્યો હતો. ઓલી રોબિન્સને 5 વિકેટ ઝડપી હતી. જ્યારે જેમ્સ એન્ડરસને 4 વિકેટ વિકેટ મેળવી હતી.

(9:05 pm IST)