Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

કોરોના સામેની લડાઇમાં ભારતની ઐતિહસિક સિદ્ધિ : વેક્સિનેશનનો આંક 50 કરોડને પાર

કોરોના સામે રસીકરણ અભિયાન આ વર્ષે 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું.

નવી દિલ્હી : ભારતમાં કોરોના મહામારી સામે રસીકરણની સંખ્યા 50 કરોડને પાર કરી છે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કર્યું હતું ભારતે કોરોના સામેની લડાઈમાં ઓતિહાસિક સિદ્ધિ મેળવી છે, દેશ રસીકરણમાં 50 કરોડનો આંકડો પાર કરી ગયો છે. દરેકને અભિનંદન અને આરોગ્ય કર્મચારીઓનો આભાર

 અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના સામે રસીકરણ અભિયાન આ વર્ષે 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું.

આ વર્ષના અંત સુધીમાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ પાત્ર લોકોને રસી આપવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા કેન્દ્ર સરકારે શુક્રવારે જણાવ્યું હતું કે આ બાબતે તેના દ્વારા તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. ડિસેમ્બર 2021 સુધીમાં 18 વર્ષ કે તેથી વધુની સમગ્ર વસ્તીને રસી આપી દેવાશે કે કેમ, તે અંગેના પ્રશ્નના જવાબમાં માંડવિયાએ જણાવ્યું હતું કે ભારત સરકારે COVID-19 ની ઉત્પાદન અને ઉપલબ્ધતા અનુસાર લાયક લાભાર્થીઓ માટે COVID-19 રસી સુરક્ષિત કરવાનો નિર્ણય કર્યો છે. આવું કરવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

એવી આશા છે કે જાન્યુઆરી 2021 અને ડિસેમ્બર 2021 ની વચ્ચે, 18 વર્ષ અને તેથી વધુ વયના લાયક લાભાર્થીઓને રસી આપવા માટે પૂરતી માત્રામાં COVID રસી ઉપલબ્ધ થશે. માહિતી અનુસાર, દેશના પાંચ રાજ્યો મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં 18 થી 44 વર્ષની વયજૂથના એક કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે.

(9:58 pm IST)