Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

15 ઓક્ટોબરથી શાળા ખોલવા લઇ શકાય છે નિર્ણંય : માસ્ક,સોશ્યલ ડીસ્ટન્સ સહિતનું કરવું પડશે પાલન : શિક્ષણ વિભાગ દ્વારા SOP જાહેર

છ ફૂટના સોશિયલ ડિસ્ટન્સ, શાળાના દરેક ભાગને સારી રીતે સ્વચ્છ અને સેનિટાઇજ કરવું પડશે,હાથ ધોવા અને ડિસઇન્ફેક્શનની સુવિધા કરવી પડશે

નવી દિલ્હી: રાજ્યો 15 ઓક્ટોબર પછી વર્તમાન સ્થિતિને જોતા શાળા ખોલવાના નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. તેને જોતા શિક્ષણ મંત્રાલયે શાળા ખોલવાને લઇને SOP તૈયાર કરી છે. SOPનો પ્રથમ ભાગ સ્વાસ્થ્ય, સફાઈ અને સુરક્ષા અંગે છે. બીજા ભાગમાં સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમને ધ્યાનમાં રાખવાનું છે.

શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે જણાવ્યું કે મને આશા છે કે રાજ્ય આ SOPનું સારી રીતે પાલન કરશે. કોઇ પણ વિદ્યાર્થીને બળજબળીપૂર્વ શાળામાં બોલાવવામાં નહી આવે.

શિક્ષણ મંત્રાલયે SOP જારી કરતા જણાવ્યું કે શાળાને ખોલતા પહેલા શાળાના દરેક ભાગને સારી રીતે સ્વચ્છ અને સેનિટાઇજ કરવું પડશે. હાથ ધોવા અને ડિસઇન્ફેક્શનની સુવિધા કરવાની છે. બાળકોને બેસવાના પ્લાન બનાવવાથી લઇને સુરક્ષિત પરિવહન પ્લાન, ક્લાસ વચ્ચે સમયનો ખાસ અંતર, પ્રવેશ અને નિકાસના સ્થળો પર પણ સુરક્ષાની તમામ વ્યવસ્થા, હોસ્ટલમાં સુરક્ષિત રહેવાની વ્યવસ્થા પર પણ ભાર આપવામાં આવ્યું છે

 

SOPમાં છ ફૂટના સોશિયલ ડિસ્ટન્સની વાત કહેવામાં આવી છે.ક્લાસ લેબોરેટરી અને રમત-ગમત સાથે સંબંધિત વિસ્તારોમાં બધાને હંમેશા માસ્ક પહેરવું પડશે. સમયાંતરે હાથ ધોવા અને શ્વાસ સંબંધિત શિષ્ટાચારનું પાલન કરવાનું પણ કહેવામાં આવ્યું છે.વાલીની લિખિત મંજૂરી મેળવ્યા પછી બાળકો શાળાએ જઇ શકશે.અનલોક 5ની ગાઇડલાઇન મુજબ SOPમાં પણ અટેન્ડન્સ ફ્લેક્સિબ્લિટીની વાત સામેલ કરવામાં આવી છે જો વિદ્યાર્થીઓ ઇચ્છે તો શાળાએ જવાના બદલે ઓનલાઇન ક્લાસનો વિકલ્પ પસંદ કરી શકે છે.

મિડ -ડે મીલ તૈયાર કરવા અને તેને પરોસવાને અંગે પણ SOPમાં સાવધાની રાખવાની વાતો કહેવામાં આવી છે. તેના બીજા ભાગમાં અભ્યાસ સંબંધિત પરિણામો પણ ભાર મૂકવામાં આવ્યો છે. શાળા (School)એ NCERTના વૈકલ્પિક એકેડમિક કેલેન્ડરનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. મૂલ્યાંકન દરમિયાન, પેન, પેપર ટેસ્ટને બદલે લર્નિંગ બેઝ્ડ મૂલ્યાંકન માટે વિવિધ ફોર્મેટ અપનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

શાળા ખુલ્યાના બેથી ત્રણ સપ્તાહ સુધી તરત કોઇ પ્રકારના મૂલ્યાંકનની પરવાનગી નહીં હોય. ઓનલાઇન શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે પણ કહેવામાં આવ્યું છે.

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના શિક્ષણ વિભાગ, શાળાના પ્રમુખો, શિક્ષકો અને પરિવારજનોની ભૂમિકા અને જવાબદારી અંગે પણ જણાવવામાં આવ્યું છે. કોરોના વાઇરસને ફેલાતા રોકવા માટે યૂનિસેફની ગાઇડલાઇનના આધાર પર SOPમાં શાળામાં સુરક્ષિત વાતાવરણ માટે એક ચેક લિસ્ટ પણ સામેલ કરવામાં આવ્યુ છે.

કોરોનાની વર્તમાન સ્થિતિને જોતા દિલ્હીમાં કેજરીવાલ સરકારે બધી શાળાઓને 31 ઓક્ટોબર સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

(8:31 am IST)