Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

કોરોના સામે વાલ્વ કે ફિલ્ટર વાળા માસ્ક રક્ષણ આપતા નથીઃ આરોગ્ય વિભાગ

નવી દિલ્હી, તા.૬: હાલ માં કોરોના માં બજાર માં જુદાજુદા માસ્ક નું વેચાણ થઈ રહ્યું છે ત્યારે ફિલ્ટર વાળા અને વાલ્વ વાળા માસ્ક બજાર માં મળી રહ્યા છે ત્યારે ગુજરાત રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આવા માસ્ક નો ઉપયોગ નહિ કરવા માટે જણાવાયુ છે.

કારણ કે હાલ માં કોરોના ની હાડમારી માં આ વાયરસ ની રસી બજાર માં આવી નથી અને કોઇ વેકશીન બજાર માં નથી ત્યારે માસ્ક એકજ એવી વસ્તુ છે જે કોરોના સામે રક્ષણ આપે છે. પરંતુ વાલ્વ અને ફિલ્ટર વાળા માસ્ક કોરોના ના વિષાણુઓ સામે રક્ષણ આપી શકતા ન હોવાથી આવા માસ્ક નહિ વાપરવા અને લોકો માં જાગૃતિ લાવવા માટે રાજયના દરેક વિભાગ ને સૂચના આપવામાં આવી છે.

(10:17 am IST)