Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

ગુજરાતમાં ૧ વર્ષમાં ૨૫૫ કેસ નોંધાયા

ભ્રષ્ટાચાર મામલે દેશમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમાંકે રાજસ્થાન બીજુઃ ગુજરાતનો નંબર સાતમો રહ્યો

નવી દિલ્હી, તા.૬: એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ વર્ષ ૨૦૧૯માં રાજય સરકારના જુદા જુદા વિભાગમાં લાંચ લેતા, અપ્રમાણસર મિલકત ધરાવતા અને સત્તાના દૂરપોયગ બદલ વર્ષ ૨૦૧૯માં કુલ ૨૫૫ કેસ નોંધ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ સૌથી વધુ ભ્રષ્ટાચાર મામલે ગુજરાત દેશમાં સાતમાં નંબરે છે. ગુજરાતના છેલ્લા બે વર્ષમાં જ લોકાયુકત-તકેદારી પંચ ACB સમક્ષ ૫૮૮ ફરિયાદો નોંધાઈ છે.

ભ્રષ્ટાચારના સૌથી વધુ કેસ મામલે મહારાષ્ટ્ર રાજય દેશમા મોખરે છે અને ગુજરાત સાતમાં ક્રમે છે. મીડિયા રિપોર્ટ મુજબ નાગાલેન્ડ, મિઝોરમ અને સિક્કિમમાં ભ્રષ્ટાચારની એકપણ ફરિયાદ નોંધાઈ નથી. આ ઉપરાંત ત્રિપુરા, ગોવા અને અરૂણાચલ પ્રદેશમાં પણ ભ્રષ્ટાચારનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાનું જાણવા મળ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૧૯માં ગુજરાતમાં છટકું ગોઠવીને પકડાવવાની ૧૯૬, અપ્રમાણસર સંપત્ત્િ।ની ૧૮, ગુનાહિત કામગીરીની ૬ જયારે અન્ય ૩૫ સહિત કુલ ૨૫૫ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૮માં આવી ૩૩૩ ફરિયાદો નોંધાઈ હતી. આંકડા પ્રમાણે ૨૦૧૮ કરતા ૨૦૧૯માં ભ્રષ્ટાચારના કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં ગત વર્ષે ભ્રષ્ટાચારના કેસ મામલે ૨૦ને સજા થઈ હતી જયારે ૩૯ને નિર્દોષ જાહેર કરાયા હતા. રાજયમાં ભ્રષ્ટાચારના કેસોમાં દોષિત થવાનું પ્રમાણે ૩૪ ટકા જેટલું છે. જોકે, ૫૯ કેસમાં ટ્રાયલ પૂરી થઈ હતી અને ૬૫ કેસનો કોર્ટ દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો.

ગુજરાતમાં વર્ષ ૨૦૧૯ની શરુઆતમાં ભ્રષ્ટાચારના ૬૨૭ કેસ તપાસ માટે બાકી હતા. જેમાંથી ૮ કેસોમાં આખરી રિપોર્ટ આપવામાં આઆવ્યો હતો જયારે ૨૨૮ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આમ આ વર્ષે હજુ ૬૪૫ કેસ તપાસ માટે બાકી હોવાનું જાણવા મળ્યું છે. આ સ્થિતિએ ગુજરાતમાં તપાસ માટે પેન્ડિંગ કેસો સતત વધી રહ્યો છે.

વલસાડ ધરમપુર GLDCમાં મદદનીશ નિયામક તરીકે ફરજ બજાવતા પ્રવિણ બાલચંદ પ્રેમલે ૫૨ હજારના માસિક પગારમાં ૧૦ વર્ષમાં બેનામી ૧૦.૫૪ કરોડની મિલકતો બનાવી હોવાનું ACBના તપાસમાં સામે આવ્યું હતું.પરિવારના અલગ-અલગ ખાતામાંથી ૪.૨૬ કરોડ મળી આવ્યા હતા.

ગુજરાત રાજયના જમીન વિકાસ નિગમના ફીલ્ડ આસિસ્ટન્ટ જયંતિ ઈશ્વર પટેલની કુલ રૂ. ૨.૮૦ કરોડની અપ્રમાણસર મિલકતમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલિન નિવાસી અધિક કલેકટર ચંદ્રકાંત પંડ્યાની કુલ રૂ. ૬.૭૪ કરોડની બેનામી સંપત્ત્િ। હોવાનો ખુલાસો થયો હતો.

૨૦૧૯માં ભ્રષ્ટાચારની સૌથી વધુ ફરિયાદ ધરાવતા રાજય

મહારાષ્ટ્ર - ૮૯૧

રાજસ્થાન - ૪૨૪

તામિલનાડુ - ૪૧૮

કર્ણાટક - ૩૭૯

ઓડિશા - ૩૫૩

મધ્યપ્રદેશ - ૩૧૮

ગુજરાત - ૨૫૫

તેલંગાણા - ૧૭૭

પંજાબ - ૧૬૯

ઉત્તર પ્રદેશ - ૧૩૪

(10:20 am IST)